હિન્દ ન્યુઝ, જામનગર
ઓદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર દ્વારા તા.૧૧ ડિસેમ્બરના રોજ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહી સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરશે. ભરતીમેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ તા.૧૧ના રોજ આઇ.ટી.આઈ.ના સેમિનાર હૉલ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે બાયોડેટા, શૈક્ષણિક તેમજ અનુભવની લાયકાત અંગેના પ્રમાણપત્રોની નકલ તેમજ ફોટોગ્રાફ સાથે હાજર ઓદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે
.