હિન્દ ન્યુઝ, જામનગર
સમગ્ર ગુજરાતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પરિભ્રમણ કરી રહી છે. જેનો હેતુ રાજ્યના છેવાડાના માનવીને સરકારી યોજનાઓની જાણકારી મળવા સાથે પાત્ર ધરાવતા લાભાર્થીઓને યોજનાઓના લાભ આપવાનો છે. આ કાર્યક્રમ અંતર્ગત જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જશાપર અને શામપર ગામે વિકસીત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ અને લાભાર્થીઓની ફિલ્મ બતાવવામાં આવી હતી તેમજ સૌએ વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ લીધા હતા. કાર્યક્રમમાં લભાર્થીઓએ સરકારી યોજનાઓ થકી પોતાને મળેલા લાભો અંગે અનુભવ જણાવ્યો હતો. તેમજ અધિકારીઓ દ્વારા લોકોને વિવિધ યોજનાઓ વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અને વધુમાં વધુ લોકોને યોજનાઓનો લાભ લેવા અપીલ કરી હતી.