હિન્દ ન્યુઝ, જામનગર
દેશભરમાં ૧૫મી નવેમ્બરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ થયો હતો. દેશના છેવાડાના માનવી સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ ફ્લેગશીપ યોજનાઓની માહિતી અને લાભો પહોંચાડવા માટે આયોજીત આ સંકલ્પ યાત્રા અંતર્ગત જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડૂકિયા અને કોઠા ભાડૂકિયા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવતા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં લોકોએ ભાગ લઈને વિકસિત ભારત અંતર્ગત સંકલ્પ લીધો હતો. સંકલ્પયાત્રામાં ગ્રામજનોને જોડાઈને સરકારની વિવિધ યોજનાઓ વિષે જાણકારી મેળવી હતી. તેમજ વિવિધ ૧૭ જેટલી સરકારી યોજનાઓના લાભાર્થીઓને લભ્યઓ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યો હતો. જેનો લોકોએ લાભ લીધો હતો.