”સખી મંડળમાં જોડાયા બાદ અમે આર્થિક રીતે પગભર બન્યા છીએ” : લાભાર્થી ઉષાબેન કનેજા

”મેરી કહાની, મેરી જુબાની…” હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લા સહિત સમગ્ર દેશમાં હજારો લાભાર્થીઓને વિવિધ સરકારી યોજનાઓનો લાભ ઘર આંગણે જ મળી રહ્યો છે. જામનગર તાલુકાના હાપા ગામના લાભાર્થી ઉષાબેન કનેજા અત્યારે સખી મંડળમાં સદસ્ય છે, અને તેમની સાથે અન્ય મહિલાઓને તેમણે પગભર બનવા માટે પ્રેરણા પુરી પાડી છે.  લાભાર્થી ઉષાબેન કનેજાએ જણાવ્યું હતું કે, ”હું હાપા ગામમાં ચાલતા સખી મંડળમાં સદસ્ય છું. મારી સાથે અન્ય મહિલાઓને મેં સખી મંડળમાં સભ્ય બનવા માટે પ્રેરિત કર્યા છે. જેનાથી મારા સહિત અન્ય મહિલાઓને સ્વરોજગારી પ્રાપ્ત થઈ છે. અમને લોકોને માત્ર હાપા ગામ…

Read More

સ્વચ્છતા હી સેવા અંતર્ગત કોડીનાર નગરપાલિકા દ્વારા શહેરમા કરવામાં આવી સાફ-સફાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ      ગીર સોમનાથ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા હી સેવા અંતર્ગત કોડીનાર નગરપાલીકા દ્વારા કોર્ટ કમ્પાઉન્ડ, મેઇન બજાર અને ગટરની સાફ-સફાઈ કરવામાં આવી છે. “સ્વચ્છતા હી સેવા” સ્વચ્છતા અભિયાન અંતર્ગત કોડીનાર નગરપાલિકાના ચીફ ઓફિસર વિનોદ સી.રાઠોડના માર્ગદર્શન હેઠળ શહેરના કોર્ટ કમ્પાઉન્ડ, મેઇન બજારની સફાઇ તથા શહેરમાં આવેલ ગટરની તેમજ જાહેર પે & યુઝ ની સફાઇનુ આયોજન કરવામાં આવ્યું હતું.  

Read More

ગીર સોમનાથ જિલ્લાના નાગરિકો માટે ખાસ મતદારયાદી સુધારણા તા.૩ ડિસેમ્બરના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા ઝૂંબેશ ચાલી રહી છે તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૩ ડિસેમ્બરના રોજ ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાવાનો છે.  ગીર-સોમનાથ જિલ્લામાં મતદારયાદીની ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર શ્રી એચ કે વઢવાણિયાએ જિલ્લાના તમામ મતદાર મથકોએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં જિલ્લાના નાગરિકોને સહભાગી થવા અપીલ કરી છે. કલેક્ટરએ આ અંગે જણાવ્યું હતું કે, તા.3 ડિસેમ્બરના મતદાર યાદી સુધારણા કાર્યક્રમની ખાસ ઝૂંબેશ જિલ્લાના તમામ મતદાન મથકોએ હાથ ધરવામા આવનાર છે. જેમાં ૧૮ વર્ષ પૂર્ણ થયા હોય તેવા યુવા મતદાર યાદીમાં નામ…

Read More

ગીર સોમનાથ ફાયરબ્રિગેડની સમયસૂચકતા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       ગીર સોમનાથમાં ત્રિવેણી રોડ પર આવેલા શ્રી રામ મંદિરની બાજુના સ્થળે અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેની જાણ વેરાવળ ફાયર ટીમને થતાં તાત્કાલીક ઘટનાસ્થળે જઈને સત્વરે આગ બૂઝાવી હતી અને આગને વધુ પ્રસરતા અટકાવી હતી.             શ્રી રામમંદિરની બાજુના સ્થળે લાગેલી આગની જાણ થતાં જ ચીફ ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડાના માર્ગદર્શનમાં ફાયરમેન વિક્રમ ખટાણાની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી હતી અને પાણીનો મારો ચલાવીને આગને વધુ પ્રસરતી અટકાવી તાત્કાલીક આગ પર કાબૂ મેળવ્યો હતો. જો આ આગ વધુ…

Read More

છોટાઉદેપુર જિલ્લામાં ૨૭-૨૮ ડિસે.ના રોજ જીલ્લા અને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર             આગામી તા. ૨૭ ડીસેમ્બરને બુધવારના રોજ સવારે ૧૦:૩૦ કલાકે છોટાઉદેપુર તાલુકાના તમામ તાલુકા મથકે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તથા જીલ્લા સ્વાગત કાર્યક્રમ તા.૨૮ ડીસેમ્બર ગુરુવારના રોજ સવારે ૧૧ કલાકે યોજવામાં આવશે. આ સ્વાગત કાર્યક્રમમાં જીલ્લાના વર્ગ-૧ના અધિકારીઓ ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નો સાંભળી નિરાકરણ લાવશે.      છોટાઉદેપુર જિલ્લાના તમામ તાલુકાઓના તાલુકા મથકોએ યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ઘડી કાઢવામાં આવેલા આયોજન મુજબ પાવીજેતપુર ખાતે યોજાનારા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી, છોટાઉદેપુર, સંખેડા તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં પ્રાંત અધિકારી બોડેલી, બોડેલી તાલુકાના…

Read More

જામનગરમાં આગામી તા.28 ડિસેમ્બરના ”જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર     મુખ્યમંત્રી, ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ ”જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ” નું આયોજન કરવા માટે સૂચન કરેલ છે. જે અંતર્ગત, દરેક જિલ્લા કક્ષાએ દર માસના ચોથા ગુરુવારે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જે અન્વયે, જામનગરમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.28 ડિસેમ્બરના રોજ યોજાશે. તે માટે, અરજદારોએ જિલ્લા કક્ષાના પોતાના પ્રશ્નો/અરજી આગામી તા.10 ડિસેમ્બર સુધીમાં જિલ્લા કલેકટર કચેરી, શરૂ સેક્શન રોડ, જામનગર- આ સરનામાં પર…

Read More

કાલાવડ તાલુકાનાં ગુંદા તથા માખાકરોડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન; ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર આવકાર

હિન્દ ન્યુઝ, જામનગર       રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગુંદા તથા માખાકરોડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારી સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ અંતર્ગત આયોજીત કરાયેલ આરોગ્ય કેમ્પમાં, ગ્રામજનોની ટી.બી, સિકલ સેલ સહીતની આરોગ્ય તપાસ કરાઈ હતી. તેમજ પોષણ યોજના, પીએમ કિશાન સ્વનિધી, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. જેની લાભાર્થીઓએ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી ખુશી વ્યક્ત કરી હતી. …

Read More

માન.કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના માન.ટ્રસ્ટી અમિતભાઈ શાહ સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા

હિન્દ ન્યુઝ, સોમનાથ  દેશના માન. ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય ટ્રસ્ટી અમિતભાઈ શાહ સહપરિવાર સોમનાથ મહાદેવના દર્શને પધાર્યા હતા. સોમનાથ ટ્રસ્ટ તરફથી તેઓ નું સ્વાગત અભિવાદન ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા પુષ્પગુચ્છ સાથે કરવામાં આવ્યું હતું.  અમિતભાઈ શાહ સોમનાથ મહાદેવના દર્શન કરી દેવાધિદેવ સોમનાથ મહાદેવનો જલાભિષેક કર્યો હતો. આ અવસર પર તેઓ એ પરિવારજનો અને સ્વજનો સાથે શ્રી સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા, ધ્વજા પૂજા, પાઘ પૂજા કરી હતી. સાથે જ શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે તેઓએ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક માસિક શિવરાત્રી પર હોમાત્મક લઘુરુદ્ર કરવામાં આવશે…

Read More

આયુષ્યમાન કાર્ડ દ્વારા કેન્સરની વિનામૂલ્યે સારવાર, મળ્યું નવું જીવન- લક્ષ્મણભાઈ મકવાણા (સનેસ – ભાવનગર)

હિન્દ ન્યુઝ, ભાવનગર   આયુષ્યમાન કાર્ડ અંતર્ગત પાત્રતા ધરાવતા લાભાર્થીને 10 લાખ રૂપિયાની સહાય અર્પણ કરવામાં આવે છે ત્યારે ભાવનગર જિલ્લાના સનેસ ગામના વતની લક્ષ્મણભાઈ મકવાણા કેન્સરથી પીડિત હતા ત્યારે PMJAY યોજના તેમના જીવનમાં આશીર્વાદ સ્વરૂપમાં આવી. આ યોજનાનો લાભ લઈ લક્ષ્મણભાઈ મકવાણાએ ખાનગી હોસ્પિટલમાં કેન્સરની સારવાર કરાવી અને આજે તેઓ સ્વસ્થ અને ખુશાલીભર્યા જીવનનો આનંદ માણી રહ્યા છે.

Read More

ભાવનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની સાથે લોકો લઈ રહ્યા છે મતદાર સુધારણા યાદીના સ્ટોલનો લાભ

હિન્દ ન્યુઝ, ભાવનગર  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોચાડવા માટે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” ની શરૂઆત સમગ્ર રાજ્યમાં કરવામાં આવી છે. તેની સાથો સાથ ભાવનગરના ઉત્તર કૃષ્ણનગર- રુવા વોર્ડમાં મતદાર સુધારણા યાદીના સ્ટોલની લોકો મુલાકાત લઈને માર્ગદર્શન મેળવી રહ્યા છે.   જે અંતર્ગત આજરોજ ભાવનગરના ઉત્તર કૃષ્ણનગર- રુવા વોર્ડમાં વિસ્તારમાં રથ આવી પહોંચ્યો હતો. જેમાં મતદાર સુધારણા યાદી અંગેના સ્ટોલમાં બી.એલ.ઓ. ઉપસ્થિત રહીને મતદાર યાદીમાં નામ નોંધણી, નામ કમી અને સુધારા કરાવવા અંગેનું માર્ગદર્શન આપી રહ્યા છે જ્યારે ફોર્મ વિતરણ કરીને જરૂરી ડોક્યુમેન્ટની યાદી…

Read More