કાલાવડ તાલુકાનાં ગુંદા તથા માખાકરોડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન; ગ્રામજનો દ્વારા ઉત્સાહભેર આવકાર

હિન્દ ન્યુઝ, જામનગર 

     રાજ્યભરમાં ચાલી રહેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગુંદા તથા માખાકરોડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં ગ્રામજનોએ ઉત્સાહભેર રથને આવકારી સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમ અંતર્ગત આયોજીત કરાયેલ આરોગ્ય કેમ્પમાં, ગ્રામજનોની ટી.બી, સિકલ સેલ સહીતની આરોગ્ય તપાસ કરાઈ હતી. તેમજ પોષણ યોજના, પીએમ કિશાન સ્વનિધી, પીએમ આવાસ યોજના (ગ્રામીણ), આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના લાભો લાભાર્થીઓને અર્પણ કરાયા હતા. જેની લાભાર્થીઓએ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત વાત કરી ખુશી વ્યક્ત કરી હતી. 

આ પ્રસંગે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા.

કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ અન્વયે ખેડૂત મિત્રોને અદ્યતન ખેતી પદ્ધતિમાં ઓછા ખર્ચે અને નેનો યુરિયા ખાતરનો સરળતાથી છંટકાવ કરતા ડ્રોન ટેકનોલોજી અંગે પણ માર્ગદર્શનની સાથોસાથ ડ્રોનનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ સુ. ચંદ્રીકાબેન પાનસુરીય, તાલુકા વિકાસ અધિકારી હરદેવસિંહ ગોહીલ, તાલુકા પંચાયત સદસ્ય નરવીજયસિંહ જાડેજા તથા અશ્વિનભાઇ શિંગાળા સહિતના જન પ્રતિનિધિઓ, આગેવાનો, સરકારી વિભાગના અધિકારી/કર્મચારી ઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

 

Related posts

Leave a Comment