સ્વાગત કાર્યક્રમના માધ્યમથી વર્ષોથી અટકેલી સ્કોલરશીપની રકમ પાર્થને ફરી મળતી થઈ

હિન્દ ન્યુઝ, જામનગર       સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના માધ્યમથી અનેક લોકોના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ આવે છે.નાના મોટા પ્રશ્નો માટે નાગરિકોએ ઉચ્ચ કક્ષાએ જવાની જરૂર રહેતી નથી. જેનું તાજેતરનું જ ઉદાહરણ જામનગરમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી પાર્થ પારધી છે.પાર્થની છેલ્લા અનેક વર્ષોથી સ્કોલરશીપની રકમ કોઈ કારણોસર જમા થઈ રહી નહોતી જેથી પાર્થે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના માધ્યમથી પોતાનો પ્રશ્ન ઉકેલવા પ્રયાસ કર્યો હતો અને તેને સફળતા મળી હતી. આ અંગે પાર્થ જણાવે છે કે મને છેલ્લા પાંચ વર્ષથી સ્કોલરશીપની રકમ મળી ન હતી જેથી મેં સ્વાગત કાર્યક્રમમાં આ…

Read More

કલેકટર બી.એ. શાહના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ,  જામનગર        નાગરિકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ જવું ન પડે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસનું દર માસના ચોથા ગુરૂવારે આયોજન કરવામાં આવે છે.જે કાર્યક્રમ જિલ્લા કલેકટર બી.એ.શાહના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરીના સભા ખંડ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં કલેક્ટર સહિતના વિવિધ કચેરીઓના વડાઓએ નાગરિકોના પ્રશ્નો તથા રજૂઆતો રૂબરૂ સાંભળ્યા હતા તેમજ તેનો હકારાત્મક ઉકેલ આવે તે માટેના પ્રયાસો હાથ ધરાયા હતા.    આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા માલિકીની જમીન પર અનધિકૃત દબાણ, રોડ રસ્તાના પ્રશ્નો, ગૌચર…

Read More

ગીર ગઢડાના તાલુકાના ૨૮ ગામો માટે જગરલી પ્રા.શાળા ખાતે સેવાસેતુ”કાર્યક્રમ યોજાશે

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગઢડાના તાલુકાના ૨૮ ગામો માટે જરગલી પ્રાથમિક શાળા ખાતે સનવાવ, આંકોલાલી, જામવાળા, ભાખા, થોરડી, વડવીયાળા, ફુલકા, ઉદરી, બોડીદર, સોનપરા, વેળાકોટ, ઝાંઝરીયા, ભિયાળ, રસુલપરા, ફરેડા, બાબરીયા, કોદીયા, કણેરી, કાણકીયા,પાંડેરી, આંબાવડ, ધ્રાબાવડ, હરમડીયા, પીછવા, પીછવી, ઉમેદપરા, ગીરગઢડા ગામો માટે તા.૨૮ ડીસેમ્બરના સવારે ૯ કલાકે સેવાસેતુ”કાર્યક્રમ યોજાશે.          

Read More

નગડલા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કોડીનાર તાલુકાના નગડલા ગામ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાત્રતા ધરાવતા વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે લાભ આપવામાં આવ્યો હતો. મેરી કહાની મેરી જુબાની સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તેમજ ‘ધરતી કહે પુકાર કે’ નાટક રજૂ કરીને ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો હતો તેમજ સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવો હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત વિવિધ ક્ષેત્રે ઉતકૃષ્ટ સિધ્ધિઓ હાંસલ કરનાર…

Read More

ગીર સોમનાથ જિલ્લામાં ચણાના પાકમાં લીલી ઈયળનું સંકલિત વ્યવસ્થાપનના પગલા લેવા જરૂરી માર્ગદર્શન

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     ગીર સોમનાથ જિલ્લામાં ચણાના પાકમાં લીલી ઈયળનું એ ખાઉધરી ઇયળ પાકમાં પોપટા બેસે ત્યારે વધુ નુકશાન કરે છે. ઈયળના પાછળના ભાગે આંગળી મુકી ધીરેથી દબાવવાથી ઈયળ તરત જ કરડવા માટે આગળી તરફ ઝાટકા સાથે વળે તો સમજવું કે લીલી ઈયળ છે જેના નિયંત્રણ માટે જિલ્લાના ખેડુતોને કેટલાક પગલાઓ જણાવવામાં આવ્યા છે. જેમા આ ઈયળનો ઉપદ્રવ ચણા પાકમાં ડિસેમ્બર-જાન્યુઆરી માસમાં વધુ જોવા મળે છે જેના સંકલિત નિયંત્રણ માટેના પગલાઓમાં ચણાના પાકમાં ધાણા, રાઈ જેવા આંતર પાક તરીકે વાવેતર કરવું તેમજ ચણાના પાકમાં ખેતરની ફરતે તેમજ પાકની…

Read More

ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ આપતું જિલ્લા વહિવટી તંત્ર

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ    ગીર-સોમનાથ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના માર્ગદર્શન હેઠળ સરકારની વિવિધ સેવાઓ/યોજનાઓનો લાભ પ્રજાજનોને તેઓના રહેઠાણના નજીક સ્થળ પર તે જ દિવસે પ્રાપ્ત કરી શકે તેવા ઉમદા હેતુથી જિલ્લામાં સેવા સેતુ કાર્યક્રમનો નવમા તબક્કાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જે અંતર્ગત જિલ્લામાં ઉના તાલુકાના ૩૯ ગામોના લોકો માટે સનખડા પ્રાથમિક શાળા ખાતે અને કોડીનાર તાલુકાના ૨૯ ગામો માટે ઘાંટવડ પ્રાથમિક શાળા ખાતે એમ કુલ જિલ્લાના ૬૮ ગામો માટે નિયત કરેલી જગ્યાએ સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમા સરકારની વિવિધ સેવાઓના લાભ માટે ૭૫૬૩ અરજીઓ મળી હતી અને આ અરજીઓનો સ્થળ પર…

Read More

તાલાલા તાલુકાના હિરણવેલ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકારતા ગ્રામજનો

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ     કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે ગીર-સોમનાથ જિલ્લા નિયત આયોજન મુજબ જિલ્લામાં વિવિધ ગામોમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેમા આજ રોજ તાલાલા તાલુકાનાં હિરણવેલ પ્રાથમિક શાળા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે અગ્રણી મહેન્દ્રભાઈ પિઠીયાએ જણાવ્યુ હતું કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી વિવિધ યોજનાઓના લાભ આપવાં માટે સરકાર તમારા દ્વારે આવી છે. વધુમાં તેમણે જણાવતા કહ્યુ હતુ કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં છેવાડાના…

Read More

પાલિતાણા તાલુકાનાં બહાદુરગઢ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર      ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના બહાદુરગઢ ગામે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” નો કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત આગેવાનો હસ્તે લાભાર્થીઓને વિવિધ સહાય વિતરણ અને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના લાભાર્થીઓ સાથેના સંવાદ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ગામલોકોએ નિહાળ્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રાને ગામેગામ અદભુત પ્રતિસાદ મળી રહ્યો છે. તેમજ લોકો વિવિધ સરકારી યીજનાના લાભથી માહિતગાર અને લાભન્વિત થઈ રહ્યા છે. આ પ્રસંગે નાયબ માહિતી નિયામક ચિંતન રાવલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તમામ નાગરિકોએ જાગૃત બની આ યાત્રાને…

Read More

ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકાર્યો

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર       વિકસિત ભારત સંકલ્પ યાત્રા બોડેલી તાલુકાના ખડકલા ગામ ખાતે પહોંચતા ગ્રામજનોએ સંકલ્પનું રથનું ભવ્યાતિભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલે પોતાની વિશેષ ઉપસ્થિતિ નોંધાવીને ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ તબક્કે આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત વિનામૂલ્યે આરોગ્ય તપાસણી કેમ્પનો પણ સૌ ગ્રામજનોએ લાભ લીધો હતો. વધુમાં સંકલ્પ રથના માધ્યમથી યોજનાકિય ફિલ્મ નિહાળીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરક સંદેશને ગ્રામજનોએ નિહાળ્યું હતું. આ તકે ગ્રામજનોએ મેરી કહાની, મેરી જુબાની થીમ અંતર્ગત લાભાર્થીઓએ પોતાના યોજનાકીય…

Read More

રાજકોટ ખાતે ભારત વિકાસ પરિષદ, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા લગ્ન ઉત્સવ 2024 કાર્યક્રમનું આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ         ભારત વિકાસ પરિષદ, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત દ્વારા લગ્ન ઉત્સવ 2024 કાર્યક્રમનું રાજકોટ ફિલ્ડ માર્શલ વાડી ખાતે તા:24/12/2023  ના રોજ સફળ આયોજન કરવામાં આવ્યું. આ લગ્નોત્સવમાં પ્રાંતની શાખા પરિવારની બહેનોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો અને સંપૂર્ણ વંદેમાતરમ ગીત સાથે કાર્યક્રમ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. દિપ પ્રાગટ્ય રાજકોટ ના લોકપ્રિય મેયર શ્રીમતી નયનાબેન વિનોદભાઈ પેઢડિયા નાં વરદ હસ્તે કરવામાં આવ્યું.  સ્પર્ધા સ્વરૂપે સંસ્કૃતિને જાળવવાના અવિરત પ્રયાસો ભારત વિકાસ પરિષદ કરતું આવ્યું છે. જેના અંતર્ગત વિસરતા જતા આપણાં લગ્નગીતોને લોકમુખે કરવાના પ્રયાસો માટે લગ્નગીત સ્પર્ધાનું દરેક…

Read More