નગડલા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કોડીનાર તાલુકાના નગડલા ગામ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાત્રતા ધરાવતા વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે લાભ આપવામાં આવ્યો હતો. મેરી કહાની મેરી જુબાની સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ તેમજ ‘ધરતી કહે પુકાર કે’ નાટક રજૂ કરીને ખેડૂતોને સંદેશ આપવામાં આવ્યો હતો તેમજ સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવો હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત વિવિધ ક્ષેત્રે ઉતકૃષ્ટ સિધ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થી, મહિલાઓ અને રમતવીરો સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ સોઇલ હેલ્થ કાર્ડ નિદર્શન, જૈવિક ખેતી કરતા ખેડૂતો સાથે વાર્તાલાપ, આરોગ્ય કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું.

ગ્રામજનોએ વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી તેમજ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનુ જીવંત પ્રસારણ અને વિકાસની ઝાંખી રજુ કરતી શોર્ટફિલ્મ નિહાળવામાં આવી હતી તેમજ ડ્રોન નિર્દશન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત કોડીનારના પ્રમુખ જીતુભાઈ પરમાર, જિલ્લા પંચાયત ગીર સોમનાથ મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન હરિભાઈ જાદવ, તાલુકા પંચાયત કોડીનારના કારોબારી ચેરમેન સુનિલભાઈ રાઠોડ, ખોડિયાર મંદિર શુગાળાના મહંત કરશનદાસભારથી બાપુ તથા નગડલા ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related posts

Leave a Comment