આરોગ્ય ક્ષેત્રે મફત સારવારની સુવિધા છેવાડાના લોકોને મળી રહી છે : જીવાભાઈ વાઢેર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ     સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ કોડીનાર તાલુકાના જત્રાખડી ગામે પહોંચ્યો હતો. જ્યા “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ જીવાભાઈ વાઢેર પોતાની સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. જીવાભાઈ વાઢેર જણાવ્યું હતું કે, હું નાનો માણસ છું અને મોટો ખર્ચ કરવા સક્ષમ નથી મારી પત્નીને હાર્ટએટેક આવતા રાજકોટ ખાતે બાયપાસ સર્જરી અને સારવાર કરવામા આવી હતી. ત્યા અમને કોઈ પણ ખર્ચ આવ્યો નથી. મફત સારવારની સુવિધા છેવાડાના લોકોને મળવા બદલ આરોગ્ય વિભાગ અને સરકારનો…

Read More

વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ભીડીયાના રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સાફ સફાઇ કરાઈ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામા વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા ભીડીયા રહેણાંક તેમજ કોમર્શિયલ અને ભાલકા પોલીસ ચોકી વિસ્તારની સાફ સફાઇ કરવામા આવી હતી. સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના સેનીટેશન શાખાના કર્મચારીઓ દ્વારા ભીડીયા રહેણાંક તેમજ કોમર્શિયલ અને ભાલકા પોલીસ ચોકીની આજુબાજુની સહિતના વિસ્તારની સાફ સફાઇ કરવામા આવી હતી.

Read More

કોડીનારના કંટાળા ગામના પ્રગતિશીલ ખેડૂત જિલ્લા મિલેનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ-૨૦૨૩થી થયા સન્માનિત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ    કોડીનાર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન સાથે જોડાયેલા અને ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કંટાળા ગામના પ્રગતિશીલ ખેડૂત રામભાઈ રાણાભાઈ રામને જિલ્લા મિલેનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ-૨૦૨૩ થી સન્માનિત કરવામાં આવ્યા છે.  તા.૬ થી ૮ ડિસેમ્બર, ૨૦૨૩ ના રોજ નવી દિલ્હી ખાતે કૃષિ જાગરણ દ્વારા આયોજિત મિલેનિયર ફાર્મર ઓફ ઇન્ડિયા એવોર્ડ સેરેમનીમાં ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતની પસંદગી થતા અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન, અબુંજાનગરના વડા દલસુખ વઘાસિયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનારના વડા જિતેન્દ્રસિંહ અને રમેશ રાઠોડ, નિષ્ણાંત પાક સંરક્ષણ, કેવિકે તથા સમગ્ર એસીએફ અને કેવિકે સ્ટાફે…

Read More

બી.એસ.એફ. દ્વારા લશ્કરી/અર્ધ લશ્કરી/પોલીસ ફોર્મ તથા સિક્યુરીટી ગાર્ડ ભરતીની તાલીમનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ લશ્કરી/અર્ધ લશ્કરી/પોલીસ દળ તથા સિક્યુરીટી ગાર્ડમાં વધુમાં વધુ ગુજરાત રાજ્યના રોજગાર વાચ્છું પસંદ થાય અને યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્ર નિર્માણના કામમાં થાય તે હેતુથી બી.એસ.એફ.ના કચ્છ જિલ્લા મથકે ભુજ ખાતે બી.એસ.એફ. દ્વારા ૩૦ દિવસની (૮ કલાક ૩૦ દિવસ = ૨૪૦ કલાક)નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ વર્ગનું સંપૂર્ણ સંચાલન બી.એસ.એફ. દ્વારા કરવામાં આવશે. આ તાલીમ લેવા ઈચ્છતા  વર્ષ થી ૨૩ વર્ષની ઉમર ધરાવતા ધોરણ ૧૦ અને ધો.૧૨માં ૪૫%(દરેક વિષયમાં મીનીમમ ૩૩%) સાથે પાસ, ઉંચાઈ – ૧૬૮ સે.મી., છાતી ૭૭-૮૨ સે.મી., વજન ૫૦ કિ.ગ્રા., ધરાવતા…

Read More

સવની ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત પ્રતિભાવો વર્ણવતા લાભાર્થી

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ       વેરાવળ તાલુકાના સવની ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચતા સરકારની યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાની સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી. જેમા નાથાભાઈ ભીમાભાઇએ”મેરી કહાની, મેરી જુબાની પીએમજેએવાય યોજનાનો લાભ મળતા પ્રતિભાવો વર્ણવ્યા હતા. વેરાવળ તાલુકાના સવની ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં નાથાભાઈ ભીમાભાઇ પરમાર પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત લાભ મળતા ગ્રામજનો અને મહાનુભવો સમક્ષ પ્રતિભાવ વર્ણવતા જણાવ્યું હતું કે, હું ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલો છું અને મને હાર્ટએટેક આવતા તાત્કાલીક હોસ્પિટલમાં સારવાર લેતા…

Read More

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત માલાશ્રમ ગામ ઓડીએફ+મોડેલ વિલેજ જાહેર કરાયુ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર-સોમનાથ જિલ્લા વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનુ ભ્રમણ કરવામાં આવી રહ્યું છે અને ગીર-સોમનાથ જિલ્લાવાસીઓને અલગ અલગ યોજનાઓના લાભો પોતાના ગામમા મળી રહ્યા છે. કોડીનાર તાલુકાના માલાશ્રમ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનુ જાજરમાન સ્વાગત ગ્રામલોકો દ્વારા કરવામાં આવ્યુ હતું. માલાશ્રમ ગામ ઓડીએફ +મોડેલ વિલેજ ગામ જાહેર કરાયુ હતું. જેમા માલાશ્રમ ગામને ઓડીએફ +મોડેલ વિલેજ ગામ જાહેર થતા ગામના સરપંચ બાબુભાઇ ડાયાભાઇ રાઠોડને અધિકારીઓ અને મહાનુભાવોએ સન્માનિત કરવામા આવ્યા હતા. તેમજ આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીનો રેકોર્ડ સંદેશ અને સરકાર દ્વારા…

Read More

જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને સવની ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નું ઉષ્માભર્યુ સ્વાગત

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સવની ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સંકલ્પ યાત્રાનું બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી સ્વાગત કરાયું હતું. કલેક્ટર સહિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવ્યો હતો અને નવા ૫૨ આયુષ્માન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે, ઉપસ્થિત તમામ ગ્રામજનોએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકોને મળે તેમજ આ યોજનાઓની મહત્તમ જાણકારી મળી રહે તેવા…

Read More

ગીર સોમનાથમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ને વ્યાપક જનપ્રતિસાદ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જનના ઘરઆંગણા સુધી પહોંચાડવા માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ રથ ગીર સોમનાથ જિલ્લામાં ભ્રમણ કરી રહ્યો છે. વહીવટી તંત્રના સુચારૂ આયોજન વડે આ રથના માધ્યમથી જિલ્લાના ગ્રામ્યસ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર જિલ્લામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે. અત્યાર સુધી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના માધ્યમથી ૯૫ જેટલી ગ્રામપંચાયતોને આવરી લેવામાં આવી છે. આ રથના માધ્યમથી ૩૬૦૦ જેટલા નવા આયુષ્માન કાર્ડના નવા લાભાર્થી નોંધાયા છે અને સ્થળ પર જ ૨૨૯૮…

Read More