હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ કોડીનાર તાલુકાના જત્રાખડી ગામે પહોંચ્યો હતો. જ્યા “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ જીવાભાઈ વાઢેર પોતાની સફળતાની ગાથા ગ્રામજનો સમક્ષ રજૂ કરી હતી.
જીવાભાઈ વાઢેર જણાવ્યું હતું કે, હું નાનો માણસ છું અને મોટો ખર્ચ કરવા સક્ષમ નથી મારી પત્નીને હાર્ટએટેક આવતા રાજકોટ ખાતે બાયપાસ સર્જરી અને સારવાર કરવામા આવી હતી. ત્યા અમને કોઈ પણ ખર્ચ આવ્યો નથી. મફત સારવારની સુવિધા છેવાડાના લોકોને મળવા બદલ આરોગ્ય વિભાગ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.