રાજકોટ,
રાજકોટ શહેર તા.૨૮.૫.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર P.G.V.C.L દ્વારા તા.૩૦ મે સુધીમાં ગ્રાહકોને વીજ બિલ ભરવાનું P.G.V.C.L જણાવ્યું છે. જો કે ઘણા ગ્રાહકોને હજુ સુધી બિલ ન મળ્યા હોવાની પણ ફરિયાદો મળી હતી. ત્યારે P.G.V.C.L પણ જાહેર કર્યું છે કે બિલ મળે કે ન મળે તા.૩૦ મે સુધીમાં બીલની રકમ ગ્રાહકોએ ભરપાઇ કરવી પડશે. જો ગ્રાહકોને બિલ ન મળ્યું હોય તો તેઓ પેટાવિભાગીય કચેરી અથવા W.W.W. P.G.V.C.L. COM માંથી ઓનલાઇન બીલની રકમ જાણી શકશે અને તેનું ચુકવણું ઓનલાઇન કે પેટા વિભાગીય કચેરીમાં કરી શકશે. હવે ગ્રાહકોને બિલ ભરવા માટે માત્ર ત્રણ જ દિવસ મળ્યા હોય મોટાભાગના ગ્રાહકો પેટા વિભાગીય કચેરીમાં જ બિલ ભરવાનું પસંદ કરતા હોય પેટા વિભાગીય કચેરીઓમાં ગ્રાહકોની ભારે ભીડ જામે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ