હિન્દ ન્યૂઝ, ખેડા
ખેડા જિલ્લામાં સમાવિષ્ટ પાંચ (નડિયાદ, કપડવંજ, કણજરી, કઠલાલ, ઠાસરા) નગરપાલિકા તેમજ આઠ (નડિયાદ, માતર, ખેડા, મહેમદાવાદ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર, વસો) તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ તેમજ કઠલાલ તાલુકા પંચાયતની ૧૦-દાંપટ મતદાર મંડળની પેટા ચૂંટણીઓ યોજનાર છે. રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ચૂંટણીની જાહેરાત થતાં જે તે સંસ્થાના ચૂંટણી હેઠળના વિસ્તારોમાં સ્થાનિક આદર્શ આચાર સંહિતા અમલમાં આવી ગઇ છે. જેથી ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતાને લગતી અમલવારી કરવા/કરાવવા સારું અધિકારીઓની નોડલ ઓફિસરઓ આચાર સંહિતા તરીકે કામગીરી કરવા જિલ્લા ચૂંટણી અધિકારીએ નિમણૂંક કરી છે.
જે મુજબ તાલુકા પંચાયત ચૂંટણી માટે આચાર સંહિતાની અમલવારી માટે જિલ્લા કક્ષા ચીફ નોડલ ઓફિસર તરીકે નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સરદાર પટેલ ભવન, નડિયાદના આર.ટી.ઝાલા તેમજ નોડલ અધિકારી તરીકે શ્રીમતી નિશાબા જે.જાડેજા (નાયબ જિલ્લા વિકાસ અધિકારી (વિકાસ), ખેડા જિલ્લા પંચાયત, નડિયાદ (૨) નડિયાદ (ગ્રામ્ય) માટે સી.આર.પરમાર (ના.કા.ઈ., સિંચાઇ વિભાગ, કપડવંજ રોડ, નડિયાદ) (૩) માતર માટે નીરવ તખતસિંહ ચાવડા (નાયબ કાર્યપાલક ઇજનેર, સિંચાઈ પેટા વિભાગ માતર) (૪) ખેડા માટે વિવેકસિંહ જામ (ના.કા.ઈ.શ,મા. અને મ વિભાગ (રાજ્ય ) ખેડા (૫) મહેમદાબાદ માટે એન.બી.કોઠારી (ના.કા.ઈ., પેટા વિભાગ સિંચાઈ, નડિયાદ) (૬) મહુધા માટે ડી.જી.બગરીયા (ના.કા.ઈ., પેટા વિભાગ સિંચાઈ, મહુધા) (૭) ઠાસરા માટે બી.ટી.સાલ્વી (ના.કા.ઈ. મા.અને મ. (ડાકોર) (૮) ગળતેશ્વર માટે બી.સી શર્મા (મદદનીશ ઇજનેર, સેવાલિયા) અને (૯) વસો માટે જીગ્નેશ.પી.મકવાણા (મત્સ્ય અધિકારી, સરદાર પટેલ ભવન, ડી- બ્લોક નડિયાદ) ની નિમણૂંક કરવામાં આવી છે.
જયારે નગરપાલિકા ચૂંટણી માટે આચાર સંહિતાની અમલવારી માટેના નોડેલ ઓફિસરઓ તરીકે (૧) નડિયાદ માટે આર.એમ શર્મા (કાર્યપાલક ઇજનેર (પંચાયત) માં.અને મ. વિભાગ, જિલ્લા પંચાયત, નડિયાદ) (૨) કપડવંજ માટે જે.કે.કડિયા (ના.કા.ઈ. મા અને મ. (રાજ્ય) (કપડવંજ) (૩) કણજરી ડી.આર.પટેલ (સહાયક શ્રમ અધિકારી (ઉદ્યોગ) (નડિયાદ) (૪) કઠલાલ નગરપાલિકા તથા ૧૦-દાંપટ મતદાર મંડળની પેટા ચૂંટણી તાલુકો- કઠલાલ કે.એ.ચૌહાણ (મદદનીશ ઇજનેર મા.અને મ. (રાજ્ય) કપડવંજ અને (૫) ઠાસરા માટે એસ.કે.નંદા (મદદનીશ ઇજનેર મા. મ.(રાજ્ય) ડાકોર ની નિમણૂંક કરવામાં આવી છે.
રિપોર્ટર : પ્રતિક ભટ્ટ, નડિયાદ