હિન્દ ન્યુઝ, થરાદ
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ચાલી રહી છે ત્યારે આ યાત્રા થરાદ તાલુકાના કરબુણ ગામે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલ, અધિકારીઓ, ગામના સરપંચ ખોડાભાઈ, તલાટી માધાભાઈ, ગ્રામ સેવક, રીન્યુઅલ તલાટી તેમજ ગામના આગેવાનો દ્વારા ગામ લોકોને સરકારની યોજનાઓ વિશે માહિતગાર કરાયા હતા.
ખેડૂતોને રાસાયણિક મુક્ત બની પ્રાકૃતિક ખેતી માટે ટકોર કરી હતી સાથે વિવિધ યોજના વિશે લોકોને માહિતગાર કરાયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા સરકારની યોજનામાં આયુષ્માન કાર્ડ કઢાવી લેવા અપીલ કરાઈ હતી જ્યારે તાલુકા વિકાસ અધિકારી, શિક્ષણ અધિકારી તેમજ પશુ ડોક્ટર દ્વારા વિવિધ સરકારી યોજના વિશે ગામ લોકોને માહિતગાર કરી આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરાઈ હતી.
રિપોર્ટર : ધુડાલાલ ત્રિવેદી, થરાદ