લાલપુરમાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શનીનું આયોજન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર 

       રાજ્ય સરકાર દ્વારા પશુધન વીમા યોજના, ચારા વિકાસ યોજના અને મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના સહિત અનેકવિધ યોજનાઓ પશુપાલકોને લાભન્વિત કરવા માટે અમલમાં મુકવામાં આવી છે. જે અન્વયે, જામનગર જિલ્લા પંચાયતના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પશુપાલકો માટે વિવિધ પ્રકારના સેમિનારનું આયોજન કરવામાં આવતું હોય છે.

તાજેતરમાં, જામનગર જિલ્લામાં સ્થિત લાલપુરમાં તાલુકા કક્ષાની પશુપાલન પ્રશિક્ષણ શિબિર કમ પ્રદર્શનીનું આયોજન નકલંક મંદિર, ભણગોર પાટિયામાં કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં લાલપુર તાલુકાના પશુપાલકોને પશુપાલન માવજત, પશુઓ માટેનું રહેઠાણ, સંવર્ધન, પશુઓની સારવાર, રાજ્ય સરકારના માર્ગદર્શન તળે કાર્યરત વિવિધ સહાયકારી યોજનાઓ તેમજ કે.સી.સી. પશુપાલન વિશે સરળ રીતે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.

સમગ્ર કાર્યક્રમમાં લાલપુર તાલુકા વિકાસ અધિકારી પંકજ મહેતા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જેશાભાઈ નંદાણીયા, ભણગોર ગ્રામ સરપંચ ગોરધનભાઈ કાનાણી, સણોસરી ગ્રામ સરપંચ બાબુભાઈ ખવા, રાજેશભાઈ ડાંગર, અરશીભાઈ કરંગીયા, નિવૃત્ત નાયબ પશુપાલન નિયામક ડો.ભગીરથ પટેલ, પશુપાલન વિભાગના અધિકારીઓ, લાલપુર તાલુકાના ખેડૂતો, પશુપાલકો તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમ નાયબ પશુપાલન નિયામક ડો.તેજસ શુક્લ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

 

 

 

Related posts

Leave a Comment