મહુવા તાલુકાનાં દુધાળા નં.૧ ખાતે ધારાસભ્ય શિવાભાઇ ગોહિલે સંકલ્પ યાત્રાનાં રથને આવકાર્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આજે મહુવા તાલુકાનાં દુધાળા નં.૧ ગામે આવી પહોંચ્યો હતો ત્યારે મહુવાનાં ધારાસભ્ય શિવાભાઇ ગોહિલે આવકાર્યો હતો.

મહુવાનાં ધારાસભ્ય શિવાભાઇ ગોહિલે જણાવ્યું કે, દેશનાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ રથનાં માધ્યમથી ભારત સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓનાં લાભ છેવાડાનાં માનવીને પોતાના ઘર આંગણે જ મળી રહે અને વિવિધ યોજનાઓનાં લાભથી કોઈપણ નાગરિક વંચિત ન રહી જાય તે હેતુસર આ રથ પરીભ્રમણ કરી રહ્યો છે.

આ પ્રસંગે અધિકારીઓ – પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment