ભવિષ્યની પેઢી માટે પથદર્શક બનતી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના સુચારૂ આયોજન હેઠળ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ વેરાવળ, કોડીનાર, ઉના સહિત તાલુકાભરમાં ગ્રામ્યસ્તરે પરિભ્રમણ કરી અને વિવિધ લાભાર્થીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપી રહી છે ત્યારે ઈણાજ ગામની વિદ્યાર્થીની વાળા નિરુપાબા અશોકસિંહે ઉત્સાહભેર પોતાનો પ્રતિભાવ જણાવ્યો હતો.

ઈણાજ ગામની વતની અને ધોરણ ૮માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વાળા નિરૂપાબા અશોકસિંહે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત પોતાનો પ્રતિભાવ જણાવતા કહ્યું હતું કે,’મારા ગામમાં વિકસિત ભારત સંકલ્પ રથ આવ્યો છે. જેમાં મહાનુભાવો હાજર રહ્યા અને વડાપ્રધાનના કાર્યક્રમને પણ તમામે નિહાળ્યો. મને મારા દેશ પર ખૂબ જ ગર્વ છે અને મારો દેશ સોનાની ચીડિયા હતો અને ફરીથી સોનાની ચીડિયા બનશે. વિકસિત ભારત સંકલ્પ રથના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે મારો દેશ ખૂબ જ આગળ છે. વિકસિત પણ બનશે. મને મારા દેશ પર પૂરેપૂરો ગર્વ છે.

ઉલ્લેખનીય છે કે, વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન સરકારની વિવિધ ૧૭ કલ્યાણકારી યોજનાઓને આવરી લેવામાં આવી છે. આ રથના માધ્યમથી તમામ યોજનાઓનો ગ્રામ્ય સ્તર સુધી લોકો લાભ લઈ રહ્યાં છે અને આબાલવૃદ્ધ સૌ કોઈને વિકસિત ભારત સંકલ્પ રથ સરકારની વિવિધ યોજનાની માહિતી પહોંચાડી રહ્યો છે.

Related posts

Leave a Comment