હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ ખાતે તારીખ ૬ ડિસેમ્બરથી ૮ ડિસેમ્બર સુધીમાં NEP ૨૦૨૦ અંતર્ગત જિલ્લા કક્ષાનો નવમો એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો. આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં પ્રાથમિક વિભાગમાંથી ૧૮ કૃતિ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદરથી ૬ કૃતિઓ એમ જિલ્લામાંથી કુલ ૨૪ કૃતિઓએ ભાગ લીધો હતો.
એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલની શરૂઆતના પ્રથમ દિવસે તમામ ૨૪ ઇનોવેટીવ શિક્ષકોને પ્રમાણપત્ર શિલ્ડ અને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ખાસ હાજરી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય વી.એમ.પંપાણીયા અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢના સીનિયર લેક્ચરર મીરાબેન વ્યાસ, ભરતભાઈ અને ગીતાબેન ઉપસ્થિત રહ્યા હતા.
આ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલની અંદર તમામ કૃતિઓ શાળામાં થતા નવતર પ્રયોગ, દરેક કૃતિઓ શાળાને ઉપયોગી થાય, શાળાની અંદર નવીન રીતે ભણાવી શકાય અને બાળકોને કઈ રીતે વધુમાં વધુ ફાયદો થાય તેના અનુસંધાને રજૂ કરવામાં આવી હતી.
શિક્ષકો દ્વારા FLN, પ્રજ્ઞા વર્ગ અને બાળકોને સરળતાથી અને ટેકનોલોજીના માધ્યમ દ્વારા ભણતર અને મૂલ્યાંકન ઉપરાંત ગાયન દ્વારા બાળકો અવનવી રીતે શિક્ષણ મેળવી વધુ શીખી શકે તે બાબતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ અને બીઆરસી ભવન વેરાવળના સંયુક્ત ઉપક્રમે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગીર સોમનાથ ખાતે યોજવામાં આવ્યો હતો. જેનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ બી.આર.સી વેરાવળ સંદીપભાઈ અને તેમની સમગ્ર ટીમ તેમજ જિલ્લા ઇનોવેશન KRP નિતીનભાઈ મોરીને ડાયેટ પ્રાચાર્ય દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.
