ગોધરા મુસ્લિમ સમાજ નું ગૌરવ…………..

હિન્દ ન્યુઝ, ગોધરા

કોઈ એ સાચું કહ્યું છે કે સખત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી એટલે કે પરિશ્રમ એ જ પારસમણી. ગોધરા તાલુકા લઘુમતી વિસ્તાર ના મુસ્લિમ સમાજ નાં ગૌરવ સમાન ઉસામા મીઠા ને ગાંધીનગર નિયામક ચાવડા સમક્ષ જીતપૂરા ગામની સી.એમ.પટેલ હાઇસ્કૂલ માં શિક્ષણ સહાયક તરીકે નિમણૂંક મેળવી ગોધરા મુસ્લિમ સમાજ નું તેમજ તેમના માતા પિતાનું નામ રોશન કરી ગોધરા તેમજ સમગ્ર રાજ્ય ના લઘુમતી વિસ્તાર ના યુવાનો માટે પ્રેરણા બનેલ છે.

ખરેખર કોઈ એ વિચાર્યું પણ ન હતું કે લઘુમતી વિસ્તાર નો મુસ્લિમ સમાજ નો એક ગરીબ પરિવાર નો છોકરો શિક્ષણ સહાયક ના આ પદ સુધી પહોંચશે. ખરેખર એમની રાત દિવસ મહેનતથી તેમજ તેમના માતા પિતાનાં આશીર્વાદ થી આ પદ પ્રાપ્ત થયેલ છે. આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના કારણે સફળતાના માર્ગમાં આવતી તમામ મુશ્કેલીઓ સહન કરી સૃષ્ટિ ના પાલનહાર એવા ઈશ્વર કૃપા થી એક ગરીબ પરિવાર નાં છોકરા માટે શિક્ષણ સહાયક ના આ પદ સુધી પહોંચવું શકય બન્યું છે. એટલે જ કહેવાય છે કે કર દીખાઓ કુછ એસા કે દુનિયા કરના ચાહે આપ કે જેસાં.

રિપોર્ટર : ઈકબાલ રશીદ, ગોધરા

Related posts

Leave a Comment