ગીર સોમનાથ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ ૪૭૨૭ કેસોનો કરાયો નિકાલ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

   નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી ન્યુ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથ દ્વારા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કુ. એમ.એમ.પટેલનાં અધ્યક્ષસ્થાને તા.૦૯ ડિસેમ્બરના રોજ ગીર-સોમનાથ જિલ્લાની તમામ અદાલતોમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ લોક અદાલતમાં નેગો.ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮, ભરણ પોષણનાં કેસો, દિવાની દાવાઓ, મોટર અકસ્માતનાં વળતરને લગતા કેસો, સ્પેશીયલ સીટીંગ, પ્રિ-લીટીગેશનના કેસો તથા ટાફીક ચલણના કેસોનો સુખદ નિકાલ કરવામાં આવ્યો હતો.

આ લોક અદાલતમાં કુલ ૧૪૩૪ પેન્ડીંગ કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવેલ હતો મેજીસ્ટેટના સ્પેશ્યલ સીટીંગમાં કુલ ૧૭૫૦, પ્રિ-લીટીગેશનનાં કુલ ૧૫૪૩ મળીને કુલ ૪૭૨૭ કેસોનો લોક અદાલતમાં નિકાલ કરવામાં આવેલ હતો. અને લોક અદાલતમાં કુલ રૂ. ૧૦,૨૭,૦૫૪૫૬/- જેટલી રકમના વિવાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતુ. એમ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, ગીર-સોમનાથનાં સેક્રેટરીશ્રી કે.જી.પટેલ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment