પ્રભાસપાટણ ગુરૂકુળ ખાતે શાળાકીય રમતોત્સવ-૨૦૨૩ અંતર્ગત અન્ડર-૧૭ રાજયકક્ષા યોગાસન સ્પર્ધા યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

     ગુજરાત સરકાર ના, રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજીત અને જિલ્લા રમતગમત અધિકારી, ગીર સોમનાથ દ્વારા સંચાલિત શાળાકીય રમતોત્સવ-૨૦૨૩ અંતર્ગત રાજયકક્ષા યોગાસન અન્ડર-૧૭ (ભાઇઓ/ બહેનો)ની સ્પર્ધા તા. ૩૦ સપ્ટેમ્બરથી તા.૦૨ ઓક્ટોબર સુધી સ્વામીનારાયણ ગુરૂકુળ હાઇસ્કુલ, શંખ સર્કલ, પ્રભાસ પાટણ, સોમનાથ ખાતે યોજાઈ હતી.

જેમા ગુજરાત જિલ્લાઓમાંથી યોગાસન અન્ડર-૧૭ (ભાઇઓ/ બહેનો) ૩૦૦થી વધારે સ્પર્ધકો ભાગ લીધો હતો અને વિવિધ પ્રકારના યોગાસનો દર્શાવ્યા હતા. આ સ્પર્ધામાં એક્સપર્ટ્સે યોગ કરવાથી થતા વિવિધ ફાયદાઓ પણ વર્ણવ્યા હતાં.

Related posts

Leave a Comment