હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા
સામાન્ય રીતે આપણી સંસ્કૃતિ પ્રમાણે કોઈપણ વ્યક્તિ મૃત્યુ પામે છે તો તેની સ્મશાન યાત્રા શાંતિપૂર્ણ અને રામધૂનનાં નાદ થી નીકળતી હોય છે પરંતુ ધ્રાંગધ્રાનાં એક એવા વ્યક્તિ કે મોહનભાઈ નટવરભાઈ સોનગરા જેવો ભક્તિભાવ સાથે હરિના રંગમાં રંગાયેલ દરરોજ નિત્યક્રમ મુજબ સુંદરકાંડ નો પાઠ ઉપરાંત અબુલ પશુઓને ચારો, કીડિયારુ પૂરું અને હરહંમેશ ભક્તિના રંગમાં રંગાયેલ રહેવું. તેમની આંખરી ઈચ્છા હતી કે, મારા મરણ પછી મારા પરિવારજનો શોકમાં નહીં પણ હસતા મુખે, ડીજીના તાલે વાજતે ગાજતે અને ફટાકડા ફોડી મારી સ્મશાન યાત્રા કાઢવામાં આવે. જેમનું દેહાંત થતાં સોનગરા પરિવાર દ્વારા સ્મશાનયાત્રા ડીજેના તાલે વાજતે ગાજતે અને ફટાકડા ફોડી અંતિમ યાત્રા કાઢવામાં આવી. આ સ્મશાનયાત્રાને જોઈ લોકો પણ થોડીવાર આશ્ચર્યચકિત થયા હતા. હર હર મહાદેવ અને રામધૂન નાં નાદ સાથે સ્મશાન યાત્રા શહેરીમાર્ગ થઈ સ્મશાન સુધી પહોંચી હતી.
રિપોર્ટર : શનિ રંગાડિયા, ધાંગધ્રા