શાપુર પીએચસીમાં કોરોના વેકસીન લેતા સિનિયર સિટીઝન પીએચસીમાં રોજના ૩૦ થી વધુ લોકોને અપાય છે પ્રિકોશન ડોઝ

હિન્દ ન્યુઝ, જૂનાગઢ

         કોરોનાને કાબુમાં કરવા માટે કોરોના વેકસીન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને બન્ને ડોઝ લીધાના ૯ માસ બાદ પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યો છે. જેમાં જૂનાગઢના શાપુર પીએચસી દ્રારા રોજના ૩૦થી વધુ સિનિયર સિટીઝનોને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે. શાપુર પીએચસીના મેડિકલ ઓફિસર ડો.પરમારે જણાવ્યું હતું કે, આ પીએચસી હેઠળ ૧૭ ગામડાઓ આવે છે. આ તમામ ગામના સિનિયર સિટીઝનોને કે જેમને પ્રિકોશન ડોઝ લેવાનો છે. તેમને આરોગ્ય વિભાગના સ્ટાફ દ્વારા વેક્સીન આપવામાં આવી રહી છે. અત્યારે શાપુર પીએચસી ખાતે રોજના ૩૦થી વધુ સિનિયર સિટીઝનોને પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત અમારી આરોગ્યની ટીમ દ્વારા કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા પોલીસ જવાનો, શિક્ષકોને પ્રિકોશન ડોઝ આપવા માટેની કામગીરી કરવામાં આવે છે. જેમાં પોલીસ પરેડ ખાતે જઇ પોલીસ જવાનોને પ્રિકોશન ડોઝ આપ્યા હતા તેમજ દરેક શાળાએ જઈ શિક્ષકોને પણ પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો. વેક્સીનનો બીજો ડોઝ લીધા બાદ ૯ માસ પૂર્ણ નથી થયા તેવા તેમજ બિમાર પડેલા કોરોના વોરિયર્સ પ્રિકોશન ડોઝ આપવાના બાકી છે પણ રોજેરોજ શાપુર પીએચસી દ્વારા વેક્સીનેશનની કામગીરી કરવામાં આવી રહી છે. શાપુર પીએચસી ખાતે પ્રિકોશન ડોઝ લેવા આવનાર ૬૩ વર્ષના શાંતાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, મેં કોરોના વેક્સીનના બન્ને ડોઝ પહેલા લઈ લીધા હતા અને આજે બીજા ડોઝના ૯ મહિના પૂર્ણ થતાં પ્રિકોશન ડોઝ લઇ કોરોનાથી રક્ષિત થઇ છું. કોરોનાની વેક્સીન લીધી હોવાથી કોરોના હજુ સુધી થયો નથી અને હું સંપૂર્ણ સ્વસ્થ છું. લોકોને અપીલ કરૂં છું કે, કોરોનાથી બચવા માટે કોરોના વેક્સીન લઈ લેવી જોઈએ.

Related posts

Leave a Comment