હિન્દ ન્યુઝ, ભાવનગર
કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી ભાવનગરનાં વલ્લભીપુર તાલુકાનાં રતનપુર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે વિકસિત ભારત સંકલ્પ યાત્રા હેઠળની તમામ યોજનાઓ વિષે ગ્રામજનોને માહિતી પૂરી પાડી હતી. મહાનુભવોના હસ્તે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિભાગના અધિકારી, તાલુકા પંચાયતના સભ્ય સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
