ભાવનગર જિલ્લાનાં ઈ-શ્રમ કાર્ડ ધરાવતા તમામ કામદારો/ શ્રમિકો માટે જરૂરી માર્ગદર્શિકા બહાર પડાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ભાવનગર જિલ્લાનાં ઈ-શ્રમ કાર્ડ ધરાવતા તમામ કામદારો/ શ્રમિકોને જણાવવામાં આવે છે કે, જો તેઓ બારકોડેડ રેશનકાર્ડ ધરાવતા હોય અને રેશનકાર્ડમાં અનાજનો જથ્થો મેળવતા હોય તો સંબંધિત મામલતદાર/ ઝોનલ કચેરીનો સંપર્ક કરી રેશનકાર્ડનું મેપિંગ કરાવી લેવું. ઈ-શ્રમ કાર્ડ ધરાવતા હોય પરંતુ રેશનકાર્ડમાં અનાજનો કોઈ જથ્થો ન મળતો હોય તો “મા અન્નપૂર્ણા યોજના” હેઠળ અરજી ફોર્મ સંબંધિત મામલતદાર કચેરી ખાતેથી મેળવી જરૂરી પુરાવા સાથે રજૂ કરવું. જો પાત્રતા ધરાવતા હશે તો ઈ-શ્રમ કાર્ડધારકોનો “મા અન્નપૂર્ણા યોજના હેઠળ સમાવેશ કરવામાં આવશે તથા ઈ-શ્રમ કાર્ડ ધરાવતા હોય પરંતુ રેશનકાર્ડ ન હોય તો સંબંધિત મામલતદાર કચેરી ખાતેથી નવીન બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટે ફોર્મ નં.૨ ભરવું. ઈ-શ્રમ કાર્ડ હોય પરંતુ ગુજરાત સિવાય અન્ય રાજ્યનું રેશનકાર્ડ ધરાવતા હોય તો નજીકની મામલતદાર/ ઝોનલ કચેરીનો સંપર્ક કરવો, જેની ભાવનગર જિલ્લાનાં તમામ ઈ-શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિક કામદાર ભાઈઓ/ બહેનોએ નોંધ લેવા જણાવવામાં આવે છે.

વધુમાં ઉક્ત બાબતે કોઈ પણ જાતની પુછપરછ અથવા વધુ માહિતી માટે ભાવનગર જિલ્લા પુરવઠા કચેરી, કલેક્ટર કચેરી બિલ્ડિંગ, પહેલો માળ, મોતીબાગ પાસે, ભાવનગર ખાતે રૂબરૂ સંપર્ક કરવો અથવા મોબાઇલ નંબર ૯૪૦૮૮૦૮૨૯૪ પર ટેલિફોનિક સંપર્ક સાધવો તેમ જિલ્લા પુરવઠા અધિકારી, ભાવનગરની યાદીમાં જણાવેલ છે.

 

Related posts

Leave a Comment