વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ઉમળકાભેર સ્વાગત કરતા ભાવનગર તાલુકાના ભંડારીયાના ગ્રામજનો

હિન્દ ન્યુઝ, ભાવનગર 

કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી ભાવનગર તાલુકાના ભંડારીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચ્યો હતો. જ્યાં ગ્રામજનો દ્વારા સંકલ્પ યાત્રા રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

સરકારના અધિકારી-કમૅચારીઓએ કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી.

આ અવસરે મહાનુભવોના હસ્તે સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મેરી કહાની, મેરી ઝુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ સરકારી યોજનાના લાભો વિશે પ્રતિભાવો રજૂ કર્યા હતાં. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કિટ અને કાર્ડ વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ જશુબેન મકવાણા, મુનાભાઈ ચૌહાણ, પ્રાંત અધિકારી એચ.એમ. ઝણકાટ, જિલ્લા ખેતીવાડી અધિકારી અશોકભાઈ પટેલ પદાધિકારીઓ/અધિકારીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતાં.

 

 

 

 

Related posts

Leave a Comment