વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા તથા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર

કેન્દ્ર અને રાજ્ય સરકારની વિભિન્ન જનહિતકારી યોજનાઓને દરેક લોકો સુધી પહોંચાડી વંચિતોને વરિયતા પ્રદાન કરવાના ઉત્કૃષ્ઠ અભિગમ સાથે આયોજિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામે ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા તથા જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપી લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે તાલુકા પંચાયત ઉપપ્રમુખ નંદાણીયા, પ્રાંત અધિકારી અસવાર, જિલ્લા મહિલા અને બાળ ક્લ્યાણ અધિકારી ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી પંકજ મહેતા, આગેવાન સર્વ વિનોદભાઇ, અરશીભાઇ, કરશનભાઇ, જનપ્રતિનિધિઓ, સરપંચ સહિત વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment