ભાવનગરમાં ટોપ-થ્રી સર્કલ પાસે વાહનોનાં ચેકિંગ દરમ્યાન ૧૦ લાખ રોકડ ઝડપાયા

હિન્દ ન્યુઝ, ભાવનગર

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત ગેરકાયદેસર હેરાફેરી તેમજ આચારસંહિતા ભંગ નાં થાય તેની તકેદારીના ભાગરૂપે ભાવનગર શહેરનાં પ્રવેશદ્વારો સમા નારી ચોકડી, ટોપ થ્રી સર્કલ સહિત અનેક સ્થળે ભાવનગરમાં પ્રવેશતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસ દરમ્યાન ટોપ-થ્રી સર્કલ ખાતે ૧૦૪ ભાવનગર પૂર્વની એસ.એસ.ટી. ટીમે રાત્રિના ૨.૩૦ વાગ્યા દરમ્યાન રૂ. ૧૦ લાખ ઝડપાયા હતા. આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આચાર સંહિતા અમલી હોઈ ગેરકાયદેસર હેરાફેરી, મોટા બેન્ક વ્યવહાર વગેરે પર તકેદારીના ભાગરૂપે ચાંપતી નજર રખાઇ રહી છે ત્યારે આચાર સંહિતા અમલી બની ત્યારથી ભાવનગર શહેરનાં પ્રવેશદ્વારો પર પોલીસ, ઇન્કમટેક્સ સહિતની ટીમો દ્વારા ભાવનગરમાં પ્રવેશતા વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. હજુ પણ આગામી દિવસોમાં ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ માટે વધુ ટીમો કાર્યરત કરી સાધન તપાસ હાથ ધરવામાં આવશે.

બ્યુરો ચીફ (ભાવનગર) : ડૉ. હકીમ ઝવેરી

Related posts

Leave a Comment