મેરી કહાની મેરી ઝુબાની’ પાલીતાણાના બહાદુરગઢ ગામના નારણભાઈ લાઠીયા ને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ

હિન્દ ન્યુઝ, ભાવનગર 

પાલીતાણાના બહાદુરગઢ ગામના નારણભાઈ લાઠીયા ને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા એમનું કાચું મકાન પાકું છત્ત વાળું બન્યું હતું. આ યોજના અંતર્ગત એમને હપ્તેથી કુલ એક લાખ અને વીસ હજારની સહાય મળી હતી.

વિકસીત ભારત સંકલ્પ રથ પાલીતાણાના બહાદુરગઢ ગામે આવતા નારણભાઈ લાઠીયા એ મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત જણાવ્યું હતું કે તેઓ પચાસ વર્ષ થી જે ઘરમાં રહેતા હતા ત્યાં છેલ્લા પાંચ વર્ષથી વરસાદમાં પાણી પડવાની તેમજ અન્ય ઋતુમાં પણ સમસ્યાનો સામનો કરવો પડતો હતો. ત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સહાય મળતા પાકું ઘર બની ગયું હતું. આથી નારણભાઈ લાઠીયા એ સરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

 

Related posts

Leave a Comment