ધ્રાંગધ્રા APMCની શરુઆત થતા સિઝનમા કપાસનો ભાવ મણના ₹1811/- ખેડૂત ને ભાવ ઉંચો મળતા ખુશી છવાઈ

હિન્દ ન્યુઝ, ધ્રાંગધ્રા

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા એપીએમસી માં કપાસ નો ભાવ ઉચો બોલાતા સમગ્ર જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ ધ્રાંગધ્રા માર્કેટિંગ યાર્ડમાં આજે અંદાજિત 4000 મણ કપાસની આવક થતા કપાસનો ઊંચો ભાવ બોલાવવામાં આવ્યો હતો એક મણના ₹1626 થી ₹1811/- સુધી નો ઉંચો બોલાતા સમગ્ર તાલુકા ના ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી જ્યારે માર્કેટિંગ યાર્ડના ચેરમેન કનકસિંહ ઝાલા તેમજ વેપારી એસોસિયન તેમજ ખેડૂત દ્વારા મોરબી ઝુલતાં પુલ દુર્ઘટનાના મૃતકોના આત્માં ને શાંતિ માટે મૌન પાડી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ

રિપોર્ટર : સલીમ ઘાંચી, ધ્રાંગધ્રા

Related posts

Leave a Comment