જામનગર જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂત મિત્રો માટે જરૂરી માર્ગદર્શિકા જાહેર કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     સમગ્ર રાજ્યમાં હાલમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને કમોસમી વરસાદ વરસવાને પગલે ખેડૂતો માટે જરૂરી પગલાં જાહેર કરવામાં આવ્યા છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતો પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે, તેમ છતાં અત્રે જણાવ્યા મુજબ જામનગર જિલ્લાના તમામ ખેડુતોને સંદેશો આપવામાં આવે છે. (૧) કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા તો તેને પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી…

Read More

જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓએ ”બંધારણ દિવસ” નિમિતે શપથ ગ્રહણ કર્યા

હિન્દ ન્યુઝ, જામનગર      દેશની બંધારણ સભાએ તારીખ 26મી નવેમ્બર 1949ના રોજ વર્તમાન બંધારણનો સ્વીકાર કર્યો હતો. આ દિવસે બંધારણનો સ્વીકાર કર્યા બાદ તેના બે મહિના પછી એટલે કે તારીખ 26મી જાન્યુઆરી 1950ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો હતો. દર વર્ષે તારીખ 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.  આ દિવસની ઉજવણીના ભાગરૂપે તા.26મી નવેમ્બરના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં કર્મયોગીઓ દ્વારા રાષ્ષ્ટ્રભાવનાને યથાવત રાખવાના હેતુથી શપથ ગ્રહણ કરવામાં આવે છે. આ દિવસે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતનું બંધારણ એ વિશ્વનું…

Read More

ડાકોર પૂનમ પદયાત્રીઓ માટે ખંભોળજ-સારસા રોડ પર ભરવાડ માલધારી યુવક મંડળ દ્વારા સેવાની સુવાસ

હિન્દ ન્યુઝ, આણંદ  આણંદ જિલ્લાના સારસા ડાકોર રોડ પર ખંભોળજ પાસે ભરવાડ માલધારી સમાજ ધ્વારા સત્તર વર્ષથી દર પૂનમ તથા દેવદિવાળીએ જતા પદયાત્રી માટે સેવાકીય પ્રવૃતિ ચાલે છે.   આ સેવાકીય કાર્ય મા ભરવાડ સમાજ ના યુવકો ખડે પગે ઉમદા સેવાકાર્ય કરી રહ્યા છે. પદયાત્રીઓને ચા , કેાફી, નાસ્તો, પાકું જમવાનું, જરુરી દવાઓ આપવામા આવે છે. વડોદરા ના ભરવાડ સમાજ ના યુવકો, વડીલો દરેક પદયાત્રીઓને પ્રેમ થી આગ્રહ કરી ને જમાડી રહ્યા છે તથા દેવ દિવાળી ના પાવન પર્વ પર બહુ મોટી સંખ્યા મા પદયાત્રીઓ ફાગવેલ, ડાકોર જઇ રહયા છે તેમને…

Read More

ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ આઈ સેણલ ધામ (માંગરોળ)

હિન્દ ન્યુઝ, માંગરોળ (બનાસકાંઠા) બનાસકાંઠાનું માંગરોળ ધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલ આઈ સેણલ ધામ (માંગરોળ) જે બનાસકાંઠાના થરાદ થી માત્ર 12 કિમીના અંતરે આવેલ સેણલ ધામ 700 વર્ષ પૌરાણિક સુપ્રસિદ્ધ યાત્રાધામ. કથા અનુસાર ચારણ આઈ સેણબાઈ જ્યારે હિમાલેહાડ ગાળવા પગપાળા નીકળ્યા ત્યારે આ ગામમાં માંગરોળમાં રાત્રે રોકાણ કર્યું હતું. સમગ્ર દેશમાંથી ભક્તો માતાજીના દર્શનાથે આવતા હોય છે. ખાસ કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવતા માટેે અજવાળી તેરસ, ચૌદસ અને પૂનમ નાં દિવસોમાં બહુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, દિન દુખિયારાઓ આવતા હોય છે. રિપોર્ટર : પ્રવીણ જોષી, ભરડવા

Read More

ધો.10 થી ધો. 12, ITI અને ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં લઈ શકશે ભાગ

ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ      જિલ્લા રોજગાર કચેરી, ગીર સોમનાથ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના રોજગારવાચ્છું માટે ખાનગી ક્ષેત્રના ઔદ્યોગિક ભરતી મેળાનું અને સ્વરોજગાર શિબિરનું તા.30/11/2023ના રોજ સવારે 10.30 કલાકે, ગવર્મેટ સાયન્સ કોલેજ, હૂડકો સોસાયટી, જૂની ટેકનિકલ સ્કૂલની બાજુમાં, વેરાવળ, જી. ગીર સોમનાથ ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેમાં મહાવીર એન્ટરપ્રાઇઝ- રાજકોટ, જય માતાજી એન્ટરપ્રાઇઝ ( મારુતિ-સુઝુકી) બહુચરાજી અને બજાજ એલિયાન્ઝ- વેરાવળ ભાગ લેવાની છે. જે અંતર્ગત ધો. 10 થી ધો. 12, ITI અને ડિપ્લોમા, 18 થી 35 વર્ષની ઉમર ધરાવતા ( શારીરિક રીતે સશક્ત )…

Read More

ગીર સોમનાથ જિલ્લામા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત જયશ્રીબેનને મળ્યો પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનો લાભ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યુ છે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાજલી ખાતે ગામના બીપીએલ તથા અંત્યોદય લાભાર્થીઓ પરંપરાગત ઈધણની જગ્યાએ પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત વિનામુલ્યે ગેસ કનેકશન મેળવી પ્રદુષણરહીત એલ.પી.જી.ગેસનો ઉપયોગ કરતાં થયા તેવા શુભ હેતુસર રાઠોડ જયશ્રીબેન ભગવાનભાઈને પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનો લાભ મળવાથી રાઠોડ જયશ્રીબેન પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે હુ બ્યુટી પાર્લર…

Read More

વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા સટ્ટા બજારની ગટરોની સાફ સફાઇ કરાઇ

હિન્દ ન્યુઝ, ગીર-સોમનાથ        ગીર-સોમનાથ જિલ્લામાં સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલીકા દ્વારા સટ્ટા બજાર વિસ્તારની ગટરની સાફ સફાઇ કરવામાં આવી હતી. સ્વચ્છતા એજ સેવા કાર્યક્રમ અંતર્ગત વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના દ્વારા સટ્ટા બજારની વિસ્તારની ગટરોમાંથી ઝબલા,પ્લાસ્ટિક સહિતનો કચરો ગંદકીની દૂર કરીને ગટરોની સાફ સફાઇ કરવામાં આવી હતી.

Read More

રાજ્યભરમાં ૨૬૬ સ્થળો એ યોજાયેલ દ્વિ દિવસીય રવિ કૃષિમહોત્સવમાં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો થયા સહભાગી: કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ રવિ કૃષિ મહોત્સવ

હિન્દ ન્યુઝ, છોટાઉદપુર કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે,રાજ્યના ખેડૂતોને રવિ ઋતુના પાકો વિશે આધુનિક તાંત્રિકતા અને ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે માટે સમગ્ર રાજ્યમાં તારીખ ૨૪ અને ૨૫ નવેમ્બર દરમિયાન રવિ કૃષિ મહોત્સવ યોજાયો. રાજ્યભરમાં દ્વિ દિવસીય દરમ્યાન ૨૬૬ સ્થળો એ યોજાયેલ રવિ કૃષિ મહોત્સવ માં ૨૧૦૧૬૮ થી વધુ ખેડૂતો સહભાગી થયા હતા. મંત્રી પટેલે ઉમેર્યું કે,રાજ્યના કુલ ૨૬૬ સ્થળોએ યોજાયેલ રવિ કૃષિ મહોત્સવનો અમદાવાદ ના પીરાણા ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે  કૃષિમંત્રી, કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુંસિંહ ચૌહાણ, ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ, જિલ્લા તથા તાલુકાના પદાધિકારીઓ,…

Read More

 वैशाली जिले के समाहरणालय सभागार में नशा मुक्ति दिवस का हुआ आयोजन

हिन्द न्यूज़, बिहार         मध्य निषेध विभाग एवं जिला प्रशासन वैशाली के संयुक्त तत्वावधान में वैशाली जिला समाहरणालय सभागार में नशा मुक्ति दिवस का आयोजन किया गया। जिसकी की अध्यक्षता अपर समाहर्ता श विनोद कुमार सिंह ने की। इस अवसर पर जिला स्तरीय पदाधिकारी एवं समाहरणालय संवर्ग के कर्मीगण बड़ी संख्या में उपस्थित थे। नशा मुक्ति दिवस के अवसर पर पटना में आयोजित राज्य स्तरीय कार्यक्रम में शिरकत कर रहे मुख्यमंत्री बिहार नीतीश कुमार के संबोधन का लाइव प्रसारण वैशाली समाहरणालय सभागार में कराया गया। इस अवसर पर…

Read More

શ્રી સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રિએ અદ્ભુત અમૃત વર્ષા યોગ રચાયો, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ, ધ્વજદંડ, અને ચંદ્ર એક હરોળમાં આવ્યા

હિન્દ ન્યુઝ, સોમનાથ કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીના 12 કલાકે અદભુત ખગોળીય સંયોગ રચાય છે. જેમાં વર્ષમાં માત્ર 1 જ વખત ખાસ કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્રદેવ, શ્રી સોમનાથ મંદિરનાં શિખર પરનું ત્રિશુલ ધ્વજદંડ, અને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ એક જ ક્ષિતિજમાં આવે છે. માનવામાં આવે છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી તે જ સ્થાન પર શ્રી સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની રાત્રીએ ચંદ્ર પોતે પધારે છે અને પોતાની પ્રભા એટલે…

Read More