હિન્દ ન્યુઝ, જામનગર
દેશની બંધારણ સભાએ તારીખ 26મી નવેમ્બર 1949ના રોજ વર્તમાન બંધારણનો સ્વીકાર કર્યો હતો. આ દિવસે બંધારણનો સ્વીકાર કર્યા બાદ તેના બે મહિના પછી એટલે કે તારીખ 26મી જાન્યુઆરી 1950ના રોજ તેનો અમલ કરવામાં આવ્યો હતો. દર વર્ષે તારીખ 26મી નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
આ દિવસની ઉજવણીના ભાગરૂપે તા.26મી નવેમ્બરના રોજ રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં કર્મયોગીઓ દ્વારા રાષ્ષ્ટ્રભાવનાને યથાવત રાખવાના હેતુથી શપથ ગ્રહણ કરવામાં આવે છે. આ દિવસે દેશભરમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે.
જામનગર કલેકટર કચેરી ખાતે કર્મયોગીઓએ એકતા શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમ દરમિયાન, કલેકટર કચેરીની તમામ શાખાના અધિકારીગણ અને કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.