હિન્દ ન્યુઝ, આણંદ
આણંદ જિલ્લાના સારસા ડાકોર રોડ પર ખંભોળજ પાસે ભરવાડ માલધારી સમાજ ધ્વારા સત્તર વર્ષથી દર પૂનમ તથા દેવદિવાળીએ જતા પદયાત્રી માટે સેવાકીય પ્રવૃતિ ચાલે છે.
આ સેવાકીય કાર્ય મા ભરવાડ સમાજ ના યુવકો ખડે પગે ઉમદા સેવાકાર્ય કરી રહ્યા છે. પદયાત્રીઓને ચા , કેાફી, નાસ્તો, પાકું જમવાનું, જરુરી દવાઓ આપવામા આવે છે. વડોદરા ના ભરવાડ સમાજ ના યુવકો, વડીલો દરેક પદયાત્રીઓને પ્રેમ થી આગ્રહ કરી ને જમાડી રહ્યા છે તથા દેવ દિવાળી ના પાવન પર્વ પર બહુ મોટી સંખ્યા મા પદયાત્રીઓ ફાગવેલ, ડાકોર જઇ રહયા છે તેમને તમામ સેવા પૂરી પાડવામા આવે છે.
મહત્વનું છે કે દેવદિવાળીની પૂનમે પદયાત્રીઓ માટે આશરે પંદર લાખ રુપીયા જેટલો ખર્ચ કરવામા આવે છે તથા આખા વર્ષની એક પૂનમનો અઢી લાખ રુપીયા ખર્ચ કરવામા આવે છે. ભરવાડ સમાજના અગ્રણીઓના જણાવ્યા અનુસાર આ બધી શ્રી રણછોડરાય ભગવાનની કૃપાથી આ સેવા ચાલી રહી છે.
આણંદ બ્યુરો ચીફ : ભાવેશ સોની