હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નું આયોજન કરવામાં આવ્યુ છે. આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાજલી ખાતે ગામના બીપીએલ તથા અંત્યોદય લાભાર્થીઓ પરંપરાગત ઈધણની જગ્યાએ પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત વિનામુલ્યે ગેસ કનેકશન મેળવી પ્રદુષણરહીત એલ.પી.જી.ગેસનો ઉપયોગ કરતાં થયા તેવા શુભ હેતુસર રાઠોડ જયશ્રીબેન ભગવાનભાઈને પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો.
પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનો લાભ મળવાથી રાઠોડ જયશ્રીબેન પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ કે હુ બ્યુટી પાર્લર ચલાવુ છુ અમારે ગેસ કનેકશન ન હતુ તેથી સમય વેડફાતો હતો તેના કારણે મારા બ્યુટી પાર્લરના વ્યવસાયમાં તકલીફ પડતી હતી તેમજ પરંપરાગત ઈધણના ઉપયોગથી આરોગ્યને પણ નુકસાન થતુ હતુ. હવે પ્રધાનમંત્રી ઉજજવલા યોજના અંતર્ગત મને લાભ મળવાથી સમય સદુપયોગ કરીને મારા ધંધા રોજગારને આગળ વધારી શકીશ અને અમારુ આરોગ્ય પણ સ્વસ્થ રહેશે. અને પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાનો લાભ મળતા સરકાર અને વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
