હિન્દ ન્યુઝ,
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના અવસરે બારડોલી વિધાનસભાની સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ પદયાત્રાને અકોટી ગામેથી પ્રસ્થાન કરાવતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર
દેશની એકતાના પ્રતિક સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે બારડોલી વિધાનસભા વિસ્તારની ‘સરદાર @ ૧૫૦ યુનિટી માર્ચ’ પદયાત્રાને બારડોલીના અકોટીગામથી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને જિલ્લા પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલે ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
