ખેડૂતો આંબા અને જામફળ પાકમાં સહાય માટેની ઓનલાઇન અરજીઓ આઈ-ખેડૂત પોર્ટલ મારફતે કરી શકશે

હિન્દ ન્યુઝ, ભાવનગર       વર્ષ ૨૦૨૩-૨૪ માટે ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની નવી સહાય યોજના “ફળપાક ઉત્પાદકતા વધારવાના કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે ખેડૂતો આંબા અને જામફળ પાકમાં ઘનિષ્ઠ ખેતી પદ્ધતિ અપનાવે તેમજ કેળમાં ટીસ્યુકલ્ચર ટેકનોલોજી આપનાવે તેવા ઉદેશ સાથે ખેડૂતોને આંબા પાકમાં કલમ દીઠ રૂ, ૧૦૦ અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછુ હોય તે ધ્યાને લઇ રૂ,૪૦,૦૦૦ પ્રતિ હેકટરની સહાય મળવાપાત્ર થશે જેમાં પ્રતિ હેક્ટર ઓછામાં ઓછી ૪૦૦ કલમ લગાવવાની રહેશે તેમજ જામફળના પાકમાં કલમરોપા દીઠ રૂ. ૮૦ અથવા થયેલ ખર્ચ પૈકી જે ઓછુ હોય તે ધ્યાને…

Read More

ડેપ્યુટી ડી.ડી.ઓ. નિવૃત થયા બાદ પ્રાકૃતિક ખેતી કરી પર્યાવરણ સંરક્ષણ સાથે મેળવે છે લાખોની આવક

હિન્દ ન્યુઝ, ભાવનગર      સામાન્ય રીતે સરકારી નોકરી કરતાં કર્મચારીઓ એવું વિચારતા હોઈ છે કે નિવૃતિ બાદ પેન્શન સાથે આરામથી જીવન ગાળવું પરંતુ ભાવનગરના શિહોર તાલુકાના રઘુભા ગોહિલ કે જેઓ ડેપ્યુટી ડી.ડી.ઓ. વર્ગ-૧ ની પોસ્ટમાં વર્ષ ૨૦૧૮ માં નિવૃત થયા બાદ તેઓએ પ્રાકૃતિક કૃષિ કરવા અંગેનો નિર્ણય કર્યો અને આજે પ્રાકૃતિક ખેતી થકી વર્ષે વિઘા દીઠ લાખ રૂપિયાની આસપાસ આવક મેળવતા થયા છે. વાત છે….. શિહોર તાલુકાના કનાડ ગામમાં પ્રાકૃતિક ફાર્મ બનાવીને પ્રાકૃતિક ખેતી કરતાં રઘુભા સબળસિંહ ગોહિલની કે જેમને સરકારી સેવામાંથી નિવૃત થયા બાદ વારસાગત જમીનમાં પ્રાકૃતિક ખેતી…

Read More

શિહોરના કનાડ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કલેકટર આર.કે. મહેતા એ પરિસંવાદ યોજ્યો

હિન્દ ન્યુઝ, ભાવનગર      શિહોરના કનાડ ગામે ખેડૂતો સાથે પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કલેકટર આર.કે. મહેતા એ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતના ફાર્મની મુલાકાત લઈને પરિસંવાદ યોજ્યો હતો. જિલ્લા કલેકટર આર.કે. મહેતા એ કનાડ ગામે રહેતા રઘુભા ગોહિલના ફાર્મની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક ખેતી અંગે તેમની સફળતા માટેની અથાગ મહેનતને બિરદાવી હતી. આ તકે ઉપસ્થિત આસપાસના ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે સમજ આપી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ ઉપરાંત ઉપસ્થિત ખેડૂતોને ફાર્મની મુલાકાત લઈને પ્રાકૃતિક ખેતી કરવા અંગે પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે શિહોર મામલતદાર જોગસિંહ…

Read More

જિલ્લા કલેકટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં શિહોર તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો 

હિન્દ ન્યુઝ, ભાવનગર       લોકપ્રશ્નોના ઝડપી નિરાકરણ એટલે સ્વાગત કાર્યક્રમ. સ્વાગત કાર્યક્રમને રાજ્ય સરકાર દ્વારા ‘સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન દર મહીને સતત કરવામાં આવી રહ્યું આવ્યું છે.  જે અંતર્ગત આજરોજ જિલ્લા કલેકટર આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને શિહોર તાલુકા સ્વાગત કાર્યક્રમ મામલતદાર કચેરી, શિહોર ખાતે યોજાયો હતો.   આ સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૧ અરજીઓ આવી હતી. જે પૈકી ઉપસ્થિત ફરિયાદીઓને જિલ્લા કલેકટર આર. કે. મહેતાએ સાંભળીને અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો. બાકીની અરજીઓનો ચોકકસ સમયમર્યાદામાં નિકાલ કરવામાં માટે કલેકટરશ્રીએ સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.   આ પ્રસંગે પ્રાંત અધિકારી…

Read More

રાજકોટ કે.કે.વી. ચોક ફ્લાયઓવર બ્રિજ પર સેલ્ફી તથા વીડિયો રીલ્સ બનાવવા લોકો ઊભા રહેતા હોઈ, દુર્ઘટના ન સર્જાય તે હેતુથી ૧૫૦ ફૂટ X ૭ ફૂટની પ્રોટેક્શન વોલ બનાવવાનું શરૂ કરાયું

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કાલાવડ રોડ પર કે.કે.વી. ચોક પરના હયાત જુના ફ્લાયઓવર બ્રિજની ઉપરથી પસાર થાય તે પ્રકારનો નવો બનાવાયેલ મલ્ટીલેવલ ફ્લાયઑવર બ્રિજ નાગરિકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે. ઘણા રાહદારીઓ ખાસ તો આ બ્રિજ જોવા તેના પરથી પસાર થતા હોય છે. આ ફ્લાયઓવર બ્રિજ પરથી પસાર થતી વખતે ઘણા લોકો ફ્લાયઓવરના સેન્ટર ભાગમાં જ્યાં સૌથી વધુ ઊંચાઈ આવેલી છે એ સ્થળે સેલ્ફી તથા વીડિયો રીલ્સ બનાવવા માટે ઊભા રહી જતા હોય છે. આવા સંજોગોમાં આ ફ્લાયઓવર બ્રિજ પર કોઈ દુર્ઘટના ન સર્જાય તેવા…

Read More

મહીસાગર કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, મહીસાગર    આ બેઠકમાં રાજયમાં ધાર્મિક સ્થળો પગપાળા જતા સંઘ પદયાત્રીઓની સલામતી માટે દિશા-નિર્દેશો અને માર્ગ સલામતીની સુચનાઓના બોર્ડ મુકવા , પદયાત્રીઓ માર્ગની જમણી બાજુએ ચાલે તે અંગેના દિશા-નિર્દેશ બોર્ડ ૩ થી ૫ કિલોમીટરે મુકવા, માર્ગ નિર્માણ એજન્સીએ જે દિવસોમાં પદયાત્રીઓ પસાર થતા હોય તેવા સ્ટ્રેચમાં બેરીકેડીંગ થાય તે બાબતે વ્યવસ્થા કરાવવી, આરોગ્ય વિભાગે યોગ્ય અંતરે ૧૦૮ એમ્બ્યુલન્સ મુકવા માટે વ્યવસ્થા કરવી, સંઘ/પદયાત્રીઓના માર્ગ પર પોલીસ વાન દ્વારા સતત પેટ્રોલીંગ થાય તેવી વ્યવસ્થા કરાવવી. સંઘ/ પદયાત્રીને અવરોધ કરે તેવા બિનજરૂરી ઝાડી-ઝાખરા દુર કરવા વ્યવસ્થા કરાવવી, સર્કિટ હાઉસથી સંતરામપુર…

Read More

લુણાવાડા તાલુકા પંચાયત કચેરી કમ્પાઉન્ડ ખાતે રાખી મેળો યોજાયો

હિન્દ ન્યુઝ, લુણાવાડા      ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી ગાંધીનગર ગુજરાત સરકાર ધ્વારા નેશનલ રૂરલ લાઈવલીહુડ મિશન (NRLM) મિશન મંગલમ યોજના હેઠળ ગ્રામ વિકાસ વિભાગ હેઠળ મહીસાગર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા કક્ષાનો રક્ષાબંધન પર્વ નિમિત્તે આયોજીત રાખી મેળો– ૨૦૨૩ તાલુકા પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી જયંતીકાબેન પટેલ અને તાલુકા વિકાસ અધિકારી પી.એ.ચૌહાણના હસ્તે દિપ પ્રાગટય અને રીબીન કાપી ઉદ્દઘાટન કરવામા આવ્યું.     સરકાર ધ્વારા અને જી.એલ.પી.સી ગાંધીનગર ધ્વારા રાજયમાં મહિલાઓના સશકિતકરણ અને ગ્રામીણ આજીવિકા મિશન હેઠળના સ્વસહાય જુથો ને કૌશલ્ય તાલીમ મેળવેલા બહેનો ધ્વારા…

Read More

કાલાવડ ‘આપ’ મહિલા કાર્યકરના ફેસબુક પોસ્ટથી કાલાવડનું રાજકરણ ગરમાયું

હિન્દ ન્યુઝ, કાલાવડ        જામનગર એલસીબી દ્વારા થોડા દિવસ અગાઉ કાલાવડમાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું હતું અને આ જુગારધામ કાલાવડ ના એક નામાંકિત બિલ્ડર અને રાજકરણીનું હોવાનું અને આ રાજકરણી અને તેના સગા પણ જુગાર રમતા એલ.સી.બી.ના હાથે ઝડપાયા હોવાનું અને ત્યારબાદ ઝડપાયેલા જુગારીઓમાંથી આ બંને રાજકરણીઓના નામ પૈસા અને રાજકરણના જોરે કમી કરાવ્યા હોવાની વાતો સમગ્ર કાલાવડમાં “ટોક ઓફ ધી ટાઉન” બનવા પામી હતી. આ ‘ટોક ઓફ ધ ટાઉન’ બનેલ જુગાર કેસનાં અનુસંધાને કાલાવડ ‘આમ આદમી પાર્ટી’ ના મહિલા કાર્યકર દ્વારા કરવામાં આવેલ ફેસબુક પોસ્ટથી…

Read More

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ પનીરના 2 નમૂના રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર

હિન્દ ન્યુઝ, રાજકોટ  પવિત્ર શ્રાવણ માસ તથા તહેવારોને અનુલક્ષીને ફૂડ વિભાગ દ્વારા ફરાળી લોટ, ફરાળી વાનગીઓ વગેરેના ઉત્પાદક / વિક્રેતાઓનું સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવેલ ·                   ફૂડ વિભાગ દ્વારા “શ્યામ ડેરી”, વિવેકાનંદનગર શેરી નં.9, કોઠારીયા રોડ, રાજકોટ મુકામેથી શ્રી તેજસ મુકેશભાઇ તેરૈયા પાસેથી લેવામાં આવેલ ખાદ્યચીજ “પનીર (લુઝ)” નો નમૂનો તપાસ બાદ મિલ્ક ફેટનું પ્રમાણ ધારા ધોરણ કરતાં ઓછું, ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ) અને તીલ ઓઇલની હાજરી હોવાને કારણે સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.   ·                   ફૂડ વિભાગ દ્વારા “અજેન્દ્ર ડેરી ફાર્મ”, સોરઠીયા વાડી 6-8 કોર્નર, 80ફૂટ રોડ, કોઠારીયા રોડ, રાજકોટ મુકામેથી શ્રી વિજયભાઇ વિનોદભાઇ અગ્રાવત પાસેથી…

Read More

ભાવનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થા (મહિલા) ખાતે તા. ૨૪ ઓગસ્ટના એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન

હિન્દ ન્યુઝ, ભાવનગર  ગુજરાત સરકારની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમો પૈકી BMC (ભાવનગર મહાનગરપાલિકા) તથા NIRMA Ltd. એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે તા. ૨૪/૦૮/૨૦૨૩ ના રોજ સવારે-૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.   જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/condidate-registration પર કરવાનું રહેશે. આ ભરતી મેળાના…

Read More