હિન્દ ન્યુઝ, રાજકોટ
ગુજરાતમાં યોજાયેલ ૩૬મી નેશનલ ગેમ્સ-૨૦૨૨ અંતર્ગત રાજકોટમાં હોકી અને સ્વિમિંગ ઈવેન્ટ્સ ચાલી રહી છે. જુદાજુદા રાજ્યોની ટીમો રાજકોટનાં આંગણે મહેમાન બની છે અને હાલ નવરાત્રી પણ ચાલી રહી છે ત્યારે નેશનલ ગેમ્સ-૨૦૨૨નાં ખેલાડીઓએ ગઈકાલ તા. ૦૩-૧૦-૨૦૨૨નાં રોજ શહેરના ચાલતી પ્રાચીન અને અર્વાચીન નવરાત્રીની મુલાકાત કરી હતી સાથોસાથ ખેલૈયાઓ સાથે મન મુકીને ગરબે ધુમ્યા હતા. મેયર ડૉ. પ્રદિપ ડવ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર સાથે નેશનલ ગેમ્સ – ૨૦૨૨નાં ખેલાડીઓ ગરબીની મુલાકાત કરી હતી.
હરિયાણા, પંજાબ અને મધ્ય પ્રદેશની મહિલા હોકી ટીમનાં ખેલાડીઓ તેમજ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના મેનેજર, નેધરલેન્ડ મહિલા હોકીનાં કોચએ કિશાનપરા ચોક ખાતે આવેલ પ્રાચીન ચિત્રકૂટ ગરબી અને રેસકોર્ષ ખાતે આવેલ અર્વાચીન સહિયર રાસોત્સવમાં ખેલૈયાઓ સાથે ગરબાના તાલે તાલ મિલાવીને ગરબે ઝૂમ્યા હતા.
આં અવસરે મેયર અને મ્યુનિ. કમિશનર એ નેશનલ ગેમ્સનાં ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને મહિલા ખેલાડીઓ આજે નેશનલ લેવલે પ્રદર્શન કરી રહી છે તો તેને જોઈને રાજકોટ પણ તેમાંથી પ્રેરણા મેળવશે તેમજ સૌ નાગરિકોને નવરાત્રીની શુભેચ્છા આપી હતી