હિન્દ ન્યૂઝ, દિયોદર
દિયોદર ગ્રામ પંચાયત દ્વારા દિયોદર ના વિકાસ માટે અનેક પ્રયત્નો કરવામાં આવે છે અને મારુ ગામ સ્વચ્છ ગામ ના અનુસંધાન ગ્રામ પંચાયત દ્વારા દિવાળી પહેલા નગર ને રોશની થી ઝગમગી ઉઠતા નગરજનો માં આનંદ ની લાગણી જોવા મળી આવી છે.
દિવાળી ના હવે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે દિયોદર ગ્રામ પંચાયત ના સરપંચ ગિરિરાજસિંહ વાઘેલા ની મહેનત થી ગત દિવસે દિયોદર ખાતે સાંજે દિયોદર ના રાજવી માનસિંહજી વાઘેલા ના વરદ હસ્તે નગર માં એલ ઈ ડી લાઈટ નું શુભારંભ કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર દિયોદર ના માર્ગો અને હાઇવે વિસ્તાર રોશની થી ઝગમગી ઉઠયું હતું. રોશની થી ઝગમગતા દિયોદર શહેર ની જનતા એ આનંદ ની લાગણી અનુભવી હતી. નગરજનો એ મોડી રાત્રે અને વહેલી સવારે વોર્કિંગ માટે નીકળતા રોશની થી જગમતા શહેર ને અધુભૂત નજારો નિહાળીયો હતો.
રિપોર્ટર : પ્રદિપ સિંહ વાઘેલા દિયોદર