કુવાળા ગામે ગૌચર તેમજ સરકાર ની જમીન પર થયેલ દબાણો દૂર કરવા રજુઆત

હિન્દ ન્યૂઝ, દિયોદર

ભાભર તાલુકા ના કુવાળા ગામે ઘણા સમય થી ગૌચર ની જમીન તેમજ સરકાર ની જમીન પર કેટલાક લોકો એ જવાબદાર તંત્ર ની રહેમ નજર હેઠળ દબાણો કર્યા હોવાના આક્ષેપો થયા છે. જેમાં એક જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક ધોરણે દબાણો દૂર કરવા માટે જિલ્લા કલેકટર ને લેખિત માં રજુઆત કરી છે. ભાભર તાલુકા ના કુવાળા ગામે વર્ષો થી ગૌચર ની જમીન તેમજ સરકાર ની જમીન પર અનેક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરી બેઠા હોવાના આક્ષેપ સાથે કુવાળા ગામે રહેતા જાગૃત નાગરિક ભાવાભાઈ ઠાકોર દ્વારા તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવા માટે જિલ્લા કલેકટર અને જવાબદાર તંત્ર ને લેખિત માં રજુઆત કરવામાં આવી છે. જે બાબતે જાગૃત નાગરિકે રજુઆત માં જણાવેલ કે કુવાળા ગામે ગૌચર ની જમીન તેમજ સરકાર ની જમીન પર દબાણો કરી કાચા તથા પાકા મકાનો બનાવેલ છે અને જમીન પર મોટાભાગે રોકાણ કરેલ છે. જે દબાણો દૂર થવા જોઈએ. જો તંત્ર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો હાઇકોર્ટ ના દ્વાર ખખડાવાની ચીમકી આપી છે.

અહેવાલ : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment