ગિર-સોમનાથ જીલ્લામાં બહેનો માટે પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ટિચસૅ ટ્રેનિંગ પ્રોગ્રામ

હિન્દ ન્યૂઝ, ગિર-સોમનાથ

ગિર-સોમનાથ જીલ્લાનાં સર્વ સ્કુલના ટિચિંગ / નોન ટિચિંગ તથા ધોરણ 12 અને કોલેજ કરતી બહેનો માટે પ્રભાસ પાટણમાં આવેલ અલ-ફલાહ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ડો. અનિશા ગાજીપુરા અને બશિરભાઈ ગોહેલ દ્વારા ચાંદની એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ના સહયોગથી 2 દિવસના વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યું હતું. સર્વ સ્કુલના શિક્ષિકાઓ અને બહેનોને વધુ ટેલેન્ટેડ બનાવવાના હેતુથી તથા સમય અને સંજોગોને ધ્યાને લઈ શૈક્ષણિક ફિલ્ડમાં મહારત હાંસલ કરવા અને શિક્ષણની સાથે ઈસ્લામીક વાતાવરણમાં સમાજને શિક્ષિત બનાવી સમાજનું ડેવલપમેન્ટ કઈ રીતે કરી શકાય તથા સરકારી પરિક્ષાઓ કેવી રીતે પાસ કરવી તે માટે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિષ્ઠિત અને અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. ટ્રેનિંગમા How to become a good Teacher, how to develop your personality, how to speak English, how to teach to the children, how to become a successful person in life, how to crack government exam વિગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આ વર્કશોપમાં મુનાફ નાગાણી સાહેબ (રિટાયર્ડ જિલ્લા શિક્ષણાધિકારી- રાજકોટ), અગવાન ઈબ્રાહીમ (આઈ. ડિ. ચૌહાણ હાઈસ્કૂલ – વેરાવળ), રઝાક ઉનડપોતરા (બાળ વાર્તાકાર – રાજકોટ) અઝહરુદિન બાદી (આસી. પ્રોફેસર પોલિટેકનીક કોલેજ- પોરબંદર), દોલત હનીફ (ડે. મેનેજર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા- પોરબંદર), મુહમ્મદ અયાઝ શાહમદાર (M.M.E.W. હાયર સેકન્ડરી સ્કૂલ- માંગરોળ), ગઢિયા હુશેન (કોમપિટેટિવ પરિક્ષાના નિષ્ણાંત- વેરાવળ) ના ઓ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ વર્કશોપને સફળ બનાવવા અનુપમ હાઈસ્કૂલ તથા અલ-ફલાહ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલનાં સ્ટાફ જહેમત ઉઠાવી હતી. આ વર્કશોપમાં ભાગ લેનાર તમામ બહેનોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર : મો.સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment