રાજકોટ શહેર ના નાના મૌવા રોડ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે J.C.B દ્વારા ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર ગેસ લાઈન લીકેજ થતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી

હિન્દ ન્યૂઝ, રાજકોટ,

તા.૨૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના નાના મૌવા ગામ નજીક સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રસ્તા પર ખોદકામ વખતે ગેસની લાઈન લિકેજ થઈ હતી. J.C.B નો ચાલક નીચે ઉતરી જતા તેનો જીવ બચી ગયો હતો અને આખું J.C.B આગની લપેટમાં આવી જતા આખું J.C.B બળીને ખાખ થઈ ગયું હતું. આગ લાગતા રસ્તા પર અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. તેમજ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ૫ ફાયર ફાઇટર સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સતત ૨૫ મિનિટ સુધી પાણીનો મારો ચાલવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ગેસની લાઈન લિકેજ થતા જ રસ્તા પર આગની જ્વાળાઓ બહાર નીકળી રહી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને પોલીસે દોડી જઈ રસ્તો ક્લિયર કરાવ્યો હતો.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment