હિન્દ ન્યઝ, રાજકોટ,
તા.૨૬/૧૦/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર ના સિવિલ હોસ્પિટલ ટ્રાયએન્ગ્યુંલર ફ્લાયઓવર બ્રિજના ચાલુ પ્રોજેક્ટની મુલાકાત દરમ્યાન મ્યુનિ.કમિશનર સંપૂર્ણ પ્રોજેક્ટના પ્રોગ્રેસીવ રીપોર્ટ નિહાળ્યા હતા. સિવિલ હોસ્પિટલ ખાતેનો વિસ્તાર ટ્રાફિક વાળો અને વાહનોની અવર-જવર વાળો હોવાથી સંલગ્ન એજન્સી અને ક્ધસલ્ટન્ટીંગ પ્રતિનિધિને સર્વિસ રોડ તાત્કાલિક પૂર્ણ કરવા સુચના આપી હતી. ત્યારબાદ કામગીરી સ્થળ પરથી યુટીલીટી સેવાઓ શિફ્ટ કરવા માટે જે-તે સંસ્થા સાથે સંપર્ક કરી તાત્કાલિક શિફ્ટ કરાવવા અને જો અન્ય નવી યુટીલીટી સેવા નાખવાની થતી હોય તો બ્રિજની કામગીરી શરૂ થતા કે પૂર્ણ થતા પહેલા નાખવા પણ સુચના આપવામાં આવી હતી.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ