ભાવનગરમાં વિશ્વ ડેન્ગ્યુ દિવસની જ્ઞાનધારાથી ઉજવણી કરતું આરોગ્યતંત્ર

હિન્દ ન્યુઝ, ભાવનગર વિશ્વ ડેન્ગ્યુ દિવસ ઉજવણીમાં જિલ્લા આરોગ્યતંત્ર ભાવનગર દ્વારા જ્ઞાનધારા મેલેરીયા અંગે જનજાગૃતિ અને આરોગ્ય કર્મચારીઓમાં જ્ઞાનનો વધારો થાય અને છેવાડા માનવીને સારી આરોગ્ય સેવા પૂરી પાડી શકાય તે શુભ હેતુ સર કરવા મેઘાણી ભવન સરદારનગર ખાતે કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લાભરનાં પુરુષ આરોગ્ય કર્મચારીઓ સુપરવાઈઝરો, તાલુકા સુપરવાઇઝરો, જિલ્લા મેલેરીયા શાખાના અધિકારી, જિલ્લા પંચાયત પ્રમૂખ ભરતસિંહ ગોહીલ, આર.ડી.ડી. ડો. મનીષકુમાર ફેન્સી, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. ચંદ્રમણી પ્રસાદ, આર.સી. એચ. ઓફીસર ડો. કોકિલાબેન સોલંકી, જિલ્લા મેલેરીયા અધિકારી ડો. બી.પી. બોરીચા, એપેડેમિક અધિકારી ડો. સુનિલભાઇ પટેલ, ડી.ક્યું.એમ.ઓ. ડો. મનસ્વિનીબેન માલવિયા,…

Read More

ભાવનગરમાં મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા યોજના માટેના ફોર્મ ભરવા આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, ભાવનગર બાગાયત ખાતા દ્રારા રાજયભરમાં કેનીંગ અને કિચન ગાર્ડન યોજનામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની મહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની ૨ (બે) તથા ૫ (પાંચ) દિવસીય તાલીમ આપવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને દૈનિક રૂ.૨૫૦/- વૃતિકા પણ ચુકવવામાં આવશે જેનો લાભ લેવા તાલીમાર્થીઓના ઓનલાઇન ફોર્મ ભરવા માટે આઇ ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) તા.:૨૨/૦૪/૨૦૨૩ થી તા.:૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. લાભ લેવા ઇચ્છુક ભાવનગર જિલ્લાની બહેનોએ ઓનલાઇન ફોર્મ ભરી સાથે જરૂરી ડોક્યુમેંટ સાથે મદદનીશ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે રજુ કરવા મદદનીશ બાગાયત…

Read More

પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૭માં વોંકળા સફાઈ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ         રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠળ વોંકળા વિભાગ દ્વ્રારા પ્રી-મોનસુન કામગીરી અંતર્ગત આજ રોજ તા.૧૮/૦૫/૨૦૨૩ મધ્ય ઝોનના વોર્ડ ન.૦૭ માં આવેલ મનહર પ્લોટ પાસે ચૌહાણના બુગદા પાસે અને રજપુતપરા શેરી નં ૦૧ તથા ૦૨ પાસે આવેલ વોંકળાની સફાઇ કરવામાં આવેલ હતી. જેમાં ૧ જે.સી.બી-ડમ્પર દ્વ્રારા ૧ ડમ્પર ફેરા અને ૨- ટ્રેકટર ફેરા એમ અંદાજીત ૧૨ ટન ગાર, કચરો ઉપાડેલ છે.         ઉપરોક્ત વિગતે માન. મેયરશ્રી તથા કમિશનરની સુચના અનુસાર રાજકોટ શહેરમાં આવેલ તમામ હયાત વોકળાઓની સફાઈ પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત ચાલુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત…

Read More

દબાણ હટાવ શાખાની તા. ૧૬-૦૫-૨૦૨૩ અને તા. ૧૭-૦૫-૨૦૨૩ દરમ્યાન કરવામાં આવેલ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ            રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તા. ૧૬/૦૫/૨૦૨૩ અને તા. ૧૭/૦૫/૨૦૨૩ સુધીની  રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેકડી-કેબીન,  અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્તા પર નડતર રૂપ ૧૪ રેકડી/કેબીન તે નંદનવન રાણી ટાવર ચોક,કાલાવડ રોડ આત્મિય કોલેજ પાસે,હાથીખાના ચોક,જ્યુબેલી માર્કેટ,ગાયત્રીનગર, આનંદ બંગલા ચોક,લાખાજીરાજ રોડ પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્ય ૧૦૯ પરચુરણ ચીજ વસ્તુઓ  જે કાલાવડ રોડ આત્મિય કોલેજે પાસે,બાલાજી મંદીર પાસે કરણસિંહજી રોડ,જંકશન રોડ,હોસ્પિટલ…

Read More

વૈશાખ માસની માસિક શિવરાત્રી પર સોમનાથ તીર્થ શિવમય બન્યું

હિન્દ ન્યુઝ, સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શિવ આરાધનાના વિશેષ પર્વ રૂપે પ્રત્યેક માસની વદ(કૃષ્ણ પક્ષની) તેરસને માસિક શિવરાત્રી સ્વરૂપે ઉજવવામાં આવે છે. ત્યારે વૈશાખ વદ તેરસ એટલે માસિક શિવરાત્રીના અવસર પર સોમનાથ જ્યોતિર્લિંગ શિવ આરાધનાનું પરમધામ હોય હજારોની માત્રામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. શ્રી સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા શિવરાત્રી પર્વે કરવામાં આવતું વિશેષ જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. આ તકે સ્થાનિક ભક્તો  તેમજ રાજ્ય અને દેશમાંથી આવનારા શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવની જ્યોત પૂજામાં જોડાયા હતા. રાત્રિના 12:00 કલાકે સોમનાથ મહાદેવની મહા આરતી…

Read More

ચાર્જીંગ સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર અને ક્વોલીટી કંટ્રોલ લેબોરેટરીની કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે તા. ૧૭-૦૫-૨૦૨૩ના રોજ અમુલ સર્કલ પાસે આવેલ ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, ભાવનગર રોડ પર આવેલ ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર અને ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે બનાવવામાં આવેલ ક્વોલીટી કંટ્રોલ લેબોરેટરીની મુલાકાત લીધી હતી, અમુલ સર્કલ પાસે એક સાથે ૧૦૦ ઇલેક્ટ્રિક બસને ચાર્જીંગ કરવાની ક્ષમતા ધરાવતું ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવેલ છે, મ્યુનિ. કમિશનરએ ઈ-બસ ચાર્જીંગ સ્ટેશન ખાતે કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી હતી. ભાવનગર રોડ પર આવેલ ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર ખાતે મ્યુનિ. કમિશનરએ OPD અને નેશનલ હેલ્થ પ્રોગ્રામની કામગીરી નિહાળી…

Read More

સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં ૧૧૦ મુ અંગદાન, બ્રેઇનડેડ મેરૂભાઇ વણઝારાના અંગદાનથી ત્રણ વ્યક્તિને નવજીવન

હિન્દ ન્યુઝ, અમદાવાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૦ મુ અંગદાન થયું છે. ખેડા જિલ્લના માતર તાલુકાના વતની મેરૂભાઇ વણઝારા બ્રેઇનડેડ થતા પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. અંગોના રીટ્રાઇવલની પ્રક્રિયાના અંતે બે કિડની અને એક લીવરનું દાન મળ્યું છે. સમગ્ર ઘટના એવી છે કે, 13 મી મે ના રોજ મેરૂભાઇ વણઝારાને પ્રવાસ દરમિયાન માર્ગ અકસ્માત નડ્યો. આ અકસ્માતમાં તેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા પહોંચી. ઇજાની અસરો વધુ ગંભીર બનતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ તેઓની પ્રાથમિક તપાસ કરવામાં આવી. સ્થિતિ ગંભીર જણાતા તેઓને આઇ.સી.યુ.માં દાખલ…

Read More

સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડકશન & ટ્રેનિંગ ઇંસ્ટીટયુટ પાટણની મુલાકાત લેતા મંત્રી રાઘવજીભાઇ પટેલ

હિન્દ ન્યુઝ, અમદાવાદ  આજરોજ ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના માનનીય મંત્રી રાઘવજીભાઇ પટેલે પાટણમાં ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડકશન & ટ્રેનિંગ ઇંસ્ટીટયુટની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ઇન્સ્ટીટયુટમાં થતી તમામ તાંત્રિક કામગીરીની સમીક્ષા કર્યા બાદ મંત્રીએ સંસ્થાની પ્રગતિ માટે જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતુ. સંસ્થાની મુલાકાત દરમિયાન મંત્રી સીમેન લેબ, ગુજરાત બોવાઇન સીમેન સેકસીંગ ઇન્સ્ટીટયુટ, સિમેન કલેકશન શેડ તથા વર્કર્સ એમીનીટી, તાલીમ વર્ગ વગેરેની મુલાકાત લઇને પ્રફુલ્લિત થયા હતા. • જૈવ સલામતીને લગતા તમામ પગલાનું ચુસ્ત…

Read More

પ્રાંતિજ ખાતે ખેડુતો દ્વારા FPO બનાવી પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ કેન્દ્ર શરૂ કરાયું

હિન્દ ન્યુઝ, અમદાવાદ           વર્તમાન સમયમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા વપરાશને કારણે લોકોને ગંભીર બિમારીઓનો ભોગ બનવુ પડે છે. વધુ પડતા પેસ્ટીસાઇડના ઉપયોગથી પર્યાવરણીય અસંતુલ જોવા મળી રહ્યુ છે. આ પરીસ્થિતિના નિવારણ માટે સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ,તલોદ અને હિંમતનગર તાલુકાના લગભગ ૩૮૦ જેટલા ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી કરીને FPO(Farmer product organization) બનાવીને ભેગા મળી વેચાણ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. વેચાણ કેન્દ્ર ખાતે ખેડૂતો દ્વારા SPNF (સુભાષ પાલેકર નેચરલ ફર્મિંગ) પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કઠોળ, ધાન્ય પાકો, બાગાયતી પાકો તેમજ તેના મૂલ્ય વર્ધનથી બનાવેલી પેદાશો વગેરે…

Read More

ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની મિટિંગ યોજાઈ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ       જિલ્લા સેવા સદન ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષસ્થાને રૂરલ વોટર સપ્લાય (જનરલ) ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી કાર્યક્રમ અંતર્ગત જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ (ડી.ડબલ્યૂ.એસ.યુ-વાસ્મો) સમિતિ ગીર સોમનાથ અમલીકરણ બેઠક યોજાઈ હતી. આ મિટિંગમાં કલેક્ટરએ સંબંધિત વિભાગના શીર્ષ અધિકારીઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નળ કનેક્શન, પીવાના પાણીની સમસ્યાઓ અને તેમને નિવારવાની સ્ટ્રેટેજી, મરામત અને નિભાવણી, આંતરિક પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા, વિલેજ રૂરલ વોટર સપ્લાય વગેરેના અમલીકરણ અને સંચાલન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. મિટિંગમાં જિલ્લામાં લોક ભાગીદારીનાં ‘ઈન વિલેજ રૂરલ વોટર સપ્લાય ઓગમેન્ટેશન ઓફ ટેપ કનેક્ટિવિટી‘ કાર્યક્રમમાં ગામો જોડાઈને…

Read More