ભાવનગરમાં મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા યોજના માટેના ફોર્મ ભરવા આઇ ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે

હિન્દ ન્યુઝ, ભાવનગર

બાગાયત ખાતા દ્રારા રાજયભરમાં કેનીંગ અને કિચન ગાર્ડન યોજનામાં ગ્રામ્ય તથા શહેરી વિસ્તારની મહિલાઓને ફળ અને શાકભાજી પરિરક્ષણ અંગેની ૨ (બે) તથા ૫ (પાંચ) દિવસીય તાલીમ આપવામાં આવે છે. આ યોજના હેઠળ મહિલા લાભાર્થીઓને દૈનિક રૂ.૨૫૦/- વૃતિકા પણ ચુકવવામાં આવશે જેનો લાભ લેવા તાલીમાર્થીઓના ઓનલાઇન ફોર્મ ભરવા માટે આઇ ખેડુત પોર્ટલ (www.ikhedut.gujarat.gov.in) તા.:૨૨/૦૪/૨૦૨૩ થી તા.:૩૧/૦૫/૨૦૨૩ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. લાભ લેવા ઇચ્છુક ભાવનગર જિલ્લાની બહેનોએ ઓનલાઇન ફોર્મ ભરી સાથે જરૂરી ડોક્યુમેંટ સાથે મદદનીશ બાગાયત નિયામક, સરકારી ટેકનીકલ સ્કુલ કમ્પાઉન્ડ, નવાપરા, ભાવનગર ખાતે રજુ કરવા મદદનીશ બાગાયત નિયામકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment