પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.૭માં વોંકળા સફાઈ કામગીરી

હિન્દ ન્યુઝ, રાજકોટ

        રાજકોટ મહાનગરપાલિકા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા હેઠળ વોંકળા વિભાગ દ્વ્રારા પ્રી-મોનસુન કામગીરી અંતર્ગત આજ રોજ તા.૧૮/૦૫/૨૦૨૩ મધ્ય ઝોનના વોર્ડ ન.૦૭ માં આવેલ મનહર પ્લોટ પાસે ચૌહાણના બુગદા પાસે અને રજપુતપરા શેરી નં ૦૧ તથા ૦૨ પાસે આવેલ વોંકળાની સફાઇ કરવામાં આવેલ હતી. જેમાં ૧ જે.સી.બી-ડમ્પર દ્વ્રારા ૧ ડમ્પર ફેરા અને ૨- ટ્રેકટર ફેરા એમ અંદાજીત ૧૨ ટન ગાર, કચરો ઉપાડેલ છે.

        ઉપરોક્ત વિગતે માન. મેયરશ્રી તથા કમિશનરની સુચના અનુસાર રાજકોટ શહેરમાં આવેલ તમામ હયાત વોકળાઓની સફાઈ પ્રિ-મોનસુન કામગીરી અંતર્ગત ચાલુ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજરોજ સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ પાંભર, વોર્ડના કોર્પોરેટર દેંવાગભાઇ માંકડ, નેહલભાઇ શુકલ, જયશ્રીબેન ચાવડા, વોર્ડ સંગઠનના આગેવાનો તથા વોર્ડ ઓફીસર અને મધ્ય ઝોનના નાયબ પર્યાવરણ ઇજનેર વી.એમ.જીંજાળાના માર્ગદર્શન હેઠળ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવેલ હતી.

Related posts

Leave a Comment