ચાર્જીંગ સ્ટેશન, આરોગ્ય કેન્દ્ર અને ક્વોલીટી કંટ્રોલ લેબોરેટરીની કામગીરીની સમીક્ષા કરતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ

હિન્દ ન્યુઝ, રાજકોટ

         રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે તા. ૧૭-૦૫-૨૦૨૩ના રોજ અમુલ સર્કલ પાસે આવેલ ઇલેક્ટ્રિક બસ ચાર્જીંગ સ્ટેશન, ભાવનગર રોડ પર આવેલ ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર અને ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે બનાવવામાં આવેલ ક્વોલીટી કંટ્રોલ લેબોરેટરીની મુલાકાત લીધી હતી,

અમુલ સર્કલ પાસે એક સાથે ૧૦૦ ઇલેક્ટ્રિક બસને ચાર્જીંગ કરવાની ક્ષમતા ધરાવતું ચાર્જીંગ સ્ટેશન બનાવવામાં આવેલ છે, મ્યુનિ. કમિશનરએ ઈ-બસ ચાર્જીંગ સ્ટેશન ખાતે કરવામાં આવતી કામગીરીની સમીક્ષા કરી હતી.

ભાવનગર રોડ પર આવેલ ચંપકભાઈ વોરા આરોગ્ય કેન્દ્ર ખાતે મ્યુનિ. કમિશનરએ OPD અને નેશનલ હેલ્થ પ્રોગ્રામની કામગીરી નિહાળી હતી.

વધુમાં ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે બનાવવામાં આવેલ ક્વોલીટી કંટ્રોલ લેબોરેટરી ખાતે વિજીલન્સ (ટેક.) ટીમ દ્વારા ચાલુ કામે રેન્ડમલી લેવાયેલ સિમેન્ટ કોન્ક્રીટ ક્યુબ તેમજ ડામર સેમ્પલના ટેસ્ટીંગની કામગીરીની સમીક્ષા કરી હતી.

આજની આ વિઝિટમાં મ્યુનિ. કમિશનર આનંદ પટેલ સાથે નાયબ મ્યુનિ. કમિશનર અનિલ ધામેલિયા, RRLના જનરલ મેનેજર અલ્પના મિત્રા, મેડીકલ ઓફિસરશ્રી જયેશ વાકાણી, સિટી એન્જી. અઢીયા, RRLના ડેપ્યુટી જનરલ મેનેજર જયેશ કુકડિયા, આસી. મેનેજર જસ્મીન રાઠોડ, પી.એ.(ટેક.) ટુ કમિશનર હિમાંશુ દવે અને ડી.ઈ.ઈ. એચ. એમ. શેઠ અને બીપીન વાઘેલા હાજર રહ્યા હતા

Related posts

Leave a Comment