સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડકશન & ટ્રેનિંગ ઇંસ્ટીટયુટ પાટણની મુલાકાત લેતા મંત્રી રાઘવજીભાઇ પટેલ

હિન્દ ન્યુઝ, અમદાવાદ 

આજરોજ ગુજરાત સરકારના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન , મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના માનનીય મંત્રી રાઘવજીભાઇ પટેલે પાટણમાં ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડકશન & ટ્રેનિંગ ઇંસ્ટીટયુટની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન ઇન્સ્ટીટયુટમાં થતી તમામ તાંત્રિક કામગીરીની સમીક્ષા કર્યા બાદ મંત્રીએ સંસ્થાની પ્રગતિ માટે જરૂરી માર્ગદર્શન પણ પુરૂ પાડ્યું હતુ. સંસ્થાની મુલાકાત દરમિયાન મંત્રી સીમેન લેબ, ગુજરાત બોવાઇન સીમેન સેકસીંગ ઇન્સ્ટીટયુટ, સિમેન કલેકશન શેડ તથા વર્કર્સ એમીનીટી, તાલીમ વર્ગ વગેરેની મુલાકાત લઇને પ્રફુલ્લિત થયા હતા. • જૈવ સલામતીને લગતા તમામ પગલાનું ચુસ્ત પાલન ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગના ઉપક્ર્મે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સ્ટેટ ફ્રોઝન સિમેન પ્રોડકશન & ટ્રેનિંગ ઇંસ્ટીટયુટ તા. ૨૩/૦૬/૨૦૧૦ થી પાટણ ખાતે કાર્યરત છે. આ સંસ્થા કુલ ૯૧.૨૩ હેકટર જેટલા વિસ્તારમાં ફેલાયેલ છે. જેમાં ૨૯ હેકટર જમીન બાયોસિક્યોરીટી ઝોનથી કવર કરવામાં આવ્યું છે. આ બાયોસિક્યુરિટી ઝોનમાં પ્રયોગશાળા, ગુજરાત બોવાઇન સીમેન સેકસીંગ ઇન્સ્ટીટયુટ , બુલ શેડ- ૮ (ક્ષમતા ૧૯૨ બુલ), સિમેન કલેકશન શેડ તથા વર્કર્સ એમીનીટી આવેલ છે. આ બાયોસિક્યુરિટી ઝોનમાં ભારત સરકાર દ્વારા નિર્દેશિત જૈવ સલામતીને લગતા તમામ પગલાનું ચુસ્ત પાલન કરવામાં આવે છે. • બેઝીક કુત્રિમ બીજદાનની તાલિમ આપતી રાજ્યની એકમાત્ર સંસ્થા જૈવ સલામતીના ભાગરૂપે ભારત સરકારની નિયત સેંટ્રલ મોનિટરીંગ યુનિટ દ્વારા નિર્ધારીત ધારાધોરણ મુજબ સંસ્થા ખાતેના સાંઢ-પાડાના નિભાવ માટે સંસ્થાની જગ્યામા જ લીલા તેમજ સુકા ઘાસચારાનું ઉત્પાદન કરવામા આવે છે. જે અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન અંદાજીત ૧૧ લાખ કિલોગ્રામ લીલોચારો તેમજ ૨.૫ લાખ કિલોગ્રામ સુકા ચારાનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. બાયોસિક્યુરિટી ઝોનની બહાર વહીવટી ઓફિસ , તાલીમ સંસ્થા તેમજ હોસ્ટેલ આવેલ છે. હાલમાં ઉચ્ચ ઓલાદના ઉત્તમ ગુણવતા ધરાવતા સાંઢ/પાડાના થીજવેલ વીર્યના કુત્રિમ બિજદાન માટેના ડોઝનું ઉત્પાદન કરતી, સમગ્ર રાજયમાં પશુપાલકોના દુધાળા પશુઓમાં કુત્રિમ બીજદાન માટે સિમેન ડોઝ વિતરણ કરતી તથા પશુપાલન ખાતાના અધિકારીઓને/ કર્મચારીઓને તાંત્રિક/ વહીવટી તેમજ ગ્રામ્ય વિસ્તારના યુવાનને આત્મનિર્ભર બનાવવા માટે સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ બેઝીક કુત્રિમ બીજદાનની તાલિમ આપતી પશુપાલન ખાતાની સમગ્ર ગુજરાત રાજયની એકમાત્ર સંસ્થા છે.

• બેઝીક કુત્રિમ બીજદાનની તાલીમ માટે ભારત સરકાર દ્વારા પ્રમાણિત આ સંસ્થાને ભારત સરકારના કેન્દ્રીય મોનિટરીંગ યુનિટ દ્વારા સ્થાપનાથી માંડી અત્યાર સુધી સતત “A” ગ્રેડ એનાયત કરવામાં આવેલ છે. સંસ્થાને બેઝીક કુત્રિમ બીજદાનની તાલીમ માટે પણ ભારત સરકારશ્રી દ્વારા પ્રમાણિત કરવામાં આવી છે. તાજેતરમાં આધુનિક સંશોધનોને અંતે પ્રસ્થાપિત થયેલ લિંગ નિર્ધારિત સીમેન ડોઝ (Sexed Semen Dose) ઉત્પાદનની કામગીરી પણ સંસ્થા ખાતે જુન ૨૦૨૧ થી શરૂઆત કરી દેવામાં આવી છે. જેના દ્વારા ગાય-ભેસમાં કુત્રિમ બીજદાન થકી ૮૮% થી પણ વધારે પ્રમાણમાં ( દર ૧૦૦ બચ્ચાના જન્મમાં ૮૮ થી વધારે માદા બચ્ચા) માત્ર વાછરડી કે પાડી મેળવી શકાય છે. • સંસ્થાની સ્થાપનાથી માંડી અત્યાર સુધીમાં કુલ ૨.૭૦ કરોડ થી પણ વધુ થીજવેલ સીમેન ડોઝનું ઉત્પાદન વર્ષ ૨૦૨૩-૨૪ નાં ચાલુ વર્ષ દરમિયાન હાલમાં આ સંસ્થા ખાતે મહેસાણી, જાફરાબાદી, સુરતી તેમજ બન્ની ઓલાદના ભેંસ વર્ગના પાડા તેમજ ગીર, કાંકરેજ,એચ.એફ., એચ.એફ. સંકર જેવા ગાય વર્ગના સાંઢ એમ કુલ મળી ૧૫૯ જેટલા સાંઢ – પાડા નિભાવી થીજવેલ સીમેન ડોઝનું ઉત્પાદન તેમજ વિતરણ કરવામાં આવે છે. જેમા જર્મનીથી આયાત કરેલ એક્ઝોટીક એચ.એફ. સાંઢનો પણ સમાવેશ થાય છે. આ સંસ્થાની સ્થાપનાથી માંડી અત્યાર સુધીમાં કુલ ૨.૭૦ કરોડ થી પણ વધુ થીજવેલ સીમેન ડોઝનું ઉત્પાદન તેમજ વિતરણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત માર્ચ-૨૦૨૩ સુધીમા ૨૫૦૦૦૦ થી વધુ લિંગ નિર્ધારિત થીજવેલ સીમેન ડોઝ(Sexed Semen Dose) નું ઉત્પાદન કરવામા આવેલ છે. આ સંસ્થા ખાતે વર્ષ ૨૦૧૦-૧૧ થી માંડીને અત્યાર સુધીમાં કુલ ૩૭૦૦ થી વધારે અધિકારી/કર્મચારીને રીફ્રેશર તાલિમ તેમજ ગોપાલમિત્ર તેમજ MAITRI અંતર્ગત કુત્રિમ બીજદાનની બેઝિક તાલીમ આપવામાં આવેલ છે. ચાલુ વર્ષે પણ ૨૬૦ જેટલા ગ્રામ્ય વિસ્તારના યુવાનોને સ્વરોજગારી હેતુ ભારત સરકારની રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના અંતર્ગત “ મલ્ટીપરપઝ આર્ટીફીશીયલ ઇંસેમિનેશન ટેકનીશીયન ઇન રૂરલ ઇંડીયા” (MAITRI)ની તાલિમ આપવાનુ આયોજન છે. આમ ગુજરાત પશુધન વિકાસ બોર્ડ સંચાલિત આ સંસ્થા પશુપાલન વિભાગ, ગુજરાત સરકાર તેમજ પાટણ માટે એક ગૌરવની બાબત છે. આજરોજ મંત્રી રઘવજી પટેલ દ્વારા સેન્ટરની મુલાકાત દરમિયાન પાટણ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, આગેવાનો, ધ એનિમલ હસબન્ડરી ઓફિસર ડૉ. એસ.બી ભગોરા, જોઈન્ટ ડાયરેક્ટર, જોઈન્ટ ડાયરેક્ટર (A.H), ડૉ. બીમ એમ.સંગારા, ડેપ્યુટી ડાયરેક્ટર A. હ.) આઈસીપી, ડૉ .પ્રદીપ પટેલ, આસ.ડાયરેકટર, FSS પાટણ, ડૉ. આઈ.એસ.પટેલ, ડૉ . ડો. એસ.જે.પટેલ, ડૉ. ટી. જે. પટેલ, આસ.ડાયરેક્ટર ADIO, પાટણ વગેરે ઉપસ્થત રહ્યાં હતા.

Related posts

Leave a Comment