મુખ્યમંત્રી વાવાઝોડાએ સર્જેલી પરિસ્થતિ ક્યાસ કાઢવા આજે ભાવનગરના મહુવા તાલુકાના પઢિયારકા ગામે પહોંચ્યા

હિન્દ ન્યૂઝ, ભાવનગર       મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યના દરિયા કાંઠા વિસ્તારમાં તાઉ તે વાવાઝોડાએ સર્જેલી પરિસ્થતિનો ક્યાસ કાઢવા અને નુકસાની અંગે જાત માહિતી મેળવી ગ્રામજનોની વિતક સાંભળવા આ અસરગ્રસ્ત ગામોની પ્રત્યક્ષ મુલાકાતનો ઉપક્રમ શરુ કર્યો છે. મુખ્યમંત્રી આ અન્વયે આજે ભાવનગરના મહુવા તાલુકાના પઢિયારકા ગામે પહોંચ્યા છે અને અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સંવાદ સાધી તેમના મકાનો, માલ-મિલકત વગેરેના નુકસાનની વિગતો મેળવી રહ્યાં છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ મુલાકાત બાદ ઉચ્ચ અધિકારીઓ સાથે મહુવામાં બેઠક યોજી સ્થિતિનું વિગત વાર આકલન પણ કરશે. મુખ્યમંત્રી સાથે આ અસરગ્રસ્ત ગામની મુલાકાતમાં રાજ્ય મંત્રી…

Read More

વીશય સાણંદ તાલુકા વીરોચન નગર ગામે વાવાઝોડામાં થયેલ નુકસાન બાબત સરકાર ને અપીલ

હિન્દ ન્યૂઝ, સાણંદ      સાણંદ તાલુકા ના વીરોચન નગર ગામે તા.18/5/2021.ના રોજ આવેલ વાવઝોડુ તેમજ ભારે વરસાદ ના કારણે ગામમાં કોઈ પણ જાતનું માનવ તેમજ કોઈ પણ સરકારી ઈમારતો ને નુકસાન થયેલ નથી, પણ આ વાવાઝોડા અને વરસાદ ના કારણે ખેડુતો ને ખેતરો મા ઉભેલો પાક બાજરી, એરંડા તુવેર, ઘઉં, ડાંગર વગેરે ને ભારે નુક્સાન થયેલ છે. આ લેખીત માહીતી સરપંચ અનવર ખાને સરકાર સુધી પહોંચાડી અને યોગ્ય નીર્ણય લેવા વિનંતી કરી હતી. બાબતે યોગ્ય નીર્ણય લેવા વિનંતી. રિપોર્ટર : બહેલોલ મલેક, સાણંદ

Read More

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું મહુવા હેલીપેડ ખાતે આગમન

હિન્દ ન્યૂઝ,  મહુવા      મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકામાં તોઉ’ તે વાવઝોડા બાદ જાત મુલાકાત લઇ થયેલા નુકસાનનો અંદાજ – ગામની સ્થિતિ નિયંત્રણની કામગીરીનું નિરિક્ષણ કરવાં માટે આજે મહુવા હેલીપેડ પર આવી પહોંચતાં તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.     રાજ્યમાં તાઉ’ તે વાવઝોડાને ધ્યાનમાં રાખીને રાજ્યના તમામ જિલ્લાઓમાં થયેલ નુકસાનની સ્થિતિના આકલન અને વ્યવસ્થા માટે મુલાકાત લેવાના ઉપક્રમ અન્વયે મુખ્યમંત્રી ભાવનગર જિલ્લાનાં મહુવા ખાતે એક દિવસીય મુલાકાતે પધાર્યા છે.     મુખ્યમંત્રીને આવકાર આપવાં માટે હેલીપેડ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી સુ. વિભાવરીબેન દવે, ધારાસભ્ય, આર.સી.મકવાણા, જિલ્લા…

Read More

દિયોદર ગજાનંદ યુવક મંડળ મદદ માટે આવ્યું આગળ મંદિર ના પૂજારી નું નિધન થતા પરિવારજનો ને આર્થિક મદદ કરી

હિન્દ ન્યૂઝ, દિયોદર     દિયોદર ગજાનંદ યુવક મંડળ સેવાક્રિય પ્રવુતિ વચ્ચે લોકો ને મદદ રૂપ પણ બને છે. જેમાં દિયોદર ગણપતિ મંદિર માં છેલ્લા ઘણા સમય થી પૂજારી તરીકે સેવા આપતા અશોકગીરી શિવગીરી ગૌસ્વામી નું થોડા દિવસ પહેલા દુઃખદ અવસાન થયું હતું. જેમાં દિયોદર ગજાનંદ યુવક મંડળ દ્વારા સ્વ અશોકગીરી ગૌસ્વામી ના પરિવાર ને અમૂલ્ય રકમ આપી એક સેવા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં પરિવારજનો દ્વારા પણ આવી પરિસ્થિતિ વચ્ચે મદદ રૂપ થવા માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. દિયોદર ગણપતિ મંદિર ખાતે ઘણા સમય થી અશોકગીરી…

Read More

વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમા રાશનકીટ સહાય કરતી રાજકોટ શહેર પોલીસ

હિન્દ ન્યૂઝ, રાજકોટ       અરબી સમુદ્રમાં ઉઠેલ વાવાઝોડુ તૈકતે જે સમુદ્ર થી ગુજરાત તરફ ફંટાયેલ જે સમયે કોઇ જાનમાલને નુશાનન થાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવેલ અને લોકોને સાવચેત રહેવા તેમજ દરીયા કીનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવેલ. આ તૈકતે વાવાઝોડા જેવી કુદરતી આફત સામે ગુજરાતની જનતાએ દ્રઢ મનોબળ સાથે સામનો કરેલ અને વાવાઝોડાના કારણે ઘણા વિસ્તારમાં લોકોના રહેણાંક મકાનો તથા ખેતી વાડીમાં નુકશાની કરેલ જેના કારણે ઘણા લોકો ઘરવહોણા થયેલ.      કોઇ પણ કુદરતી આફત સમયે ભારતના નાગરીકો દ્રઢ મનોબળ સાથે તેનો…

Read More

તાઉ’ તે વાવાઝોડાના પગલે જિલ્લામાં રાહત અને પુન:સ્થાપનની કામગીરી અંગે રાજ્યમંત્રી સુ. વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

હિન્દ ન્યૂઝ, ભાવનગર      તાઉ’તે વાવાઝોડાથી પ્રભાવિત ભાવનગર જિલ્લામાં રાહત અને પુન:સ્થાપનની કામગીરીનાં સુપરવિઝન અને અમલીકરણ માટે તેમજ વાવાઝોડા બાદની રાહત કામગીરી માટેનાં લેવાયેલાં પગલાંઓની સમીક્ષા કરવાં માટે શિક્ષણ રાજ્યમંત્રી સુ.વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.     આ બેઠકમાં વાવઝોડા બાદ જિલ્લામા પુન:સ્થાપનની કામગીરી વેગવાન બને તે માટે પાણી પૂરવઠા, રોડ-રસ્તા અને વિજળીને લગતી ચર્ચા કરી જિલ્લા સહિત ગામદાઓમાં પણ પરિસ્થિતિ સામાન્ય બને અને જનજીવન પુન: ધબકતું થાય તે અગે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી. વાવાઝોડા બાદ ખેતી, મકાનોને થયેલા નુકસાનનો ઝડપથી સર્વે કરી કેસડોલ સહિતની…

Read More

રાજ્ય સરકારની વિજળી વેગે કામગીરી

હિન્દ ન્યૂઝ     તાઉ’તે વાવાઝોડાને પગલે ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ જિલ્લામાં વીજ વ્યવસ્થાને વ્યાપક અસર થઇ છે. વીજ પુરવઠો બહાલ કરવા માટે અન્ય જિલ્લાની ટીમોને પણ ભાવનગર ખાતે બોલાવી કાર્યરત કરવામાં આવી છે. વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવાં માટે આજે ખાસ રોપેક્ષ ફેરી મારફતે સુરતથી ઘોઘા ખાતે આવી પહોંચી હતી.    એન્જીનીયરો અને વાહનો સાથેની ટીમો આજે બપોરે ઘોઘા ખાતે રો-રો ફેરી ઘોઘો જેટી ખાતે આવી પહોંચી હતી. દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ૩૮૦ કર્મચારીઓ તથા ખાનગી કંપનીની ૧૦ ટીમ સાથેના ૧૦૦ કર્મચારીઓ મળી કુલ ૪૮૦ કર્મચારીઓ તથા જરૂરી સાધનો…

Read More

મહેસાણા જીલ્લાના ઉંજા પોલીસ સ્ટેશન ખાતે નોધાયેલ અપહરણ અને બળત્કારના ગુન્હાના આરોપીને ઝડપી પાડતી મોડાસા રૂરલ પોલીસ

હિન્દ ન્યૂઝ, મોડાસા       પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબ અરવલ્લી-મોડાસા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ભરત બસીયા સાહેબ મોડાસા વિભાગ મોડાસા નાઓએ અરવલ્લી જીલ્લામા નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે એમ.બી.તોમર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર મોડાસા રૂરલનાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ જે હેઠળ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો મોડાસા રૂરલ વિસ્તારમાં પ્રેટ્રોલીગમાં હતા, તે દરમિયાન બાતમી હકીકત આધારે મહેસાણા જિલ્લાના ઉંજા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૬૦૩૩૨૧૪૧૫/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(સી ૩) તથા પોક્સો એક્ટ કલમ…

Read More

ડભોઇ એસ.ટી ડેપો ખાતે કોરોનાથી સંક્રમિત થયેલા એસ.ટી. નિગમના કર્મચારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કાયૅકમ

હિન્દ ન્યૂઝ, ડભોઇ      હાલમાં જ્યારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે પેરામેડિકલ સ્ટાફની માફક જ એસટી નિગમના કર્મચારીઓ પણ પોતાની ફરજો ખડે પગે નિભાવી રહ્યા છે ત્યારે નિગમના આ કર્મચારીઓ જનતાની સેવા કરવા માટે આજે પણ પોતાના પરીવારની પરવા કર્યા વગર અને તેમના જીવના જોખમે પોતાની ફરજો અદા કરી રહ્યા છે. એવામા‍ં એસ.ટી.નિગમના કેટલાક કર્મચારીઓ કોરોનાનીથી સંકમિત થઈને પોતાના જીવનું જનતાની સેવા માટે બલિદાન આપ્યું છે. જેથી કર્મચારીઓના પરિવારજનોએ તેમના કુટુંબના આધાર ગુમાવ્યા છે. એસ.ટી નિગમના વિવિધ યુનિયનો અને વડોદરા વિભાગ યુનિયન સંકલન સમિતિના આદેશને અનુરૂપ આજરોજ ડભોઇ…

Read More

ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિતે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

હિન્દ ન્યૂઝ, નડિયાદ        આજ રોજ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીજી ની પુણ્યતિથિ નિમિત્તે નડિયાદ શહેર કોંગ્રેસ તરફથી ફુલહાર રૂપે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને નડિયાદ શહેરના વિવિધસંતરામ મંદિર પાસે તથા અન્ય સ્થળો પર ૩૦૦૦ થી પણ વધારે માસ્ક વહેંચવામાં આવ્યા. જેમાં નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટ, ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ માંથી ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ પટેલ આઝાદ, નડિયાદ શહેર મ્યુનિસિપલ કાઉન્સિલર ગોકુલ શાહ, નડિયાદ શહેર ઉપપ્રમુખ ધર્મેશ દેસાઈ, વૈભવસિંહ છાસટીયા, નડિયાદ શહેર મહામંત્રી એસ.કે બારોટ, વિજય ચૌહાણ, મંત્રી જીતુભાઈ રાજ, શૈલેષભાઈ પટેલ, રજનીભાઇ દવે, સંગઠન મંત્રી અંતરીક્ષ મહેતા, મ્રુદુલ…

Read More