વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમા રાશનકીટ સહાય કરતી રાજકોટ શહેર પોલીસ

હિન્દ ન્યૂઝ, રાજકોટ 

     અરબી સમુદ્રમાં ઉઠેલ વાવાઝોડુ તૈકતે જે સમુદ્ર થી ગુજરાત તરફ ફંટાયેલ જે સમયે કોઇ જાનમાલને નુશાનન થાય તે માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવેલ અને લોકોને સાવચેત રહેવા તેમજ દરીયા કીનારે રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવેલ. આ તૈકતે વાવાઝોડા જેવી કુદરતી આફત સામે ગુજરાતની જનતાએ દ્રઢ મનોબળ સાથે સામનો કરેલ અને વાવાઝોડાના કારણે ઘણા વિસ્તારમાં લોકોના રહેણાંક મકાનો તથા ખેતી વાડીમાં નુકશાની કરેલ જેના કારણે ઘણા લોકો ઘરવહોણા થયેલ.
     કોઇ પણ કુદરતી આફત સમયે ભારતના નાગરીકો દ્રઢ મનોબળ સાથે તેનો સામનો કરતા રહેલ છે અને આવા સમયે લોકો એકબીજાનો સહારો થતા હોય છે અને માનવતાના ઉમદા ઉદાહરણ સમગ્ર વિશ્વને પુરૂ પાડતા રહેલ છે.

    આવા સમયે લોકો એક થઇ અસરગ્રસ્ત વિસ્તારના લોકોની સહાય કરવા આગળ આવેલ છે. જેમાં રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવીણકુમાર મીણા ઝોન-૧, નાયબ
પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા ઝોન-૨, મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ડી.વી.બસીયા, ક્રાઇમ બ્રાન્ચ પો. ઇન્સ. વી.કે.ગઢવી દ્વારા રાજકોટ શહેર પોલીસ વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સહાય કરી માનવતાનુ ઉમદા ઉદાહરણ પુરૂ પાડવા માટે અસરગ્રસ્ત વિસ્તારમાં દશ દિવસ ચાલે તેટલી રાશન કીટ સહાય કરવા આગળ આવેલ. જેમાં વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં જેઓને ખુબજ નુકશાન થયેલ છે તેઓને આ કુદરતી આફત સમયે શાંતવના પાઠવી પોલીસ ડીપાર્ટમેન્ટ કોઇપણ પરિસ્થિતિ મા તેઓની સાથે જ છે.

તે સંદેશો મળી રહે તે માટે વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોને રાશનકીટ સહાય કરવા રાજકોટ શહેર તાલીમાર્થી પોલીસ જવાનોના શ્રમદાનથી કુલ ૫૦૦ રાશન કીટ તૈયાર કરાવવામા આવેલ જેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા સેવા ભારથી અને જી.ઓ. સાથે સંકલન કરી રાશનકીટ વીતરણ માટે સહયોગ મેળવી ગરીબ વર્ગને દશ દિવસ જેટલો સમય ચાલે તેટલી ૫૦૦ રાશન કીટ બનાવી વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીતરણ અર્થે મોકલી આપવામા આવેલ છે.

રિપોર્ટર : મનીષ બામટા, રાજકોટ

Related posts

Leave a Comment