હિન્દ ન્યૂઝ, ભાવનગર
તાઉ’તે વાવાઝોડાથી પ્રભાવિત ભાવનગર જિલ્લામાં રાહત અને પુન:સ્થાપનની કામગીરીનાં સુપરવિઝન અને અમલીકરણ માટે તેમજ વાવાઝોડા બાદની રાહત કામગીરી માટેનાં લેવાયેલાં પગલાંઓની સમીક્ષા કરવાં માટે શિક્ષણ રાજ્યમંત્રી સુ.વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં વાવઝોડા બાદ જિલ્લામા પુન:સ્થાપનની કામગીરી વેગવાન બને તે માટે પાણી પૂરવઠા, રોડ-રસ્તા અને વિજળીને લગતી ચર્ચા કરી જિલ્લા સહિત ગામદાઓમાં પણ પરિસ્થિતિ સામાન્ય બને અને જનજીવન પુન: ધબકતું થાય તે અગે વિસ્તૃત ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
વાવાઝોડા બાદ ખેતી, મકાનોને થયેલા નુકસાનનો ઝડપથી સર્વે કરી કેસડોલ સહિતની રાહત સહાય ઝડપથી લોકો સુધી પહોંચે તે અંગેનું માર્ગદર્શન મંત્રીએ ઉપસ્થિત અશિકારીઓને આપ્યું હતું.
મંત્રીએ વાવાઝોડાથી જિલ્લાને વ્યાપક નુકસાન થયું છે અને વહિવટી તંત્ર દ્વારા સ્થિતિને યથાવત કરવાં માટે જે પ્રયત્નો કરવામાં આવ્યાં છે તેને બિરદાવ્યાં હતાં.
આ બેઠકમાં મેયર શ્રીમતી કિર્તીબાળાબેન દાણીધારીયા, ડેપ્યુટી મેયર કુમારભાઇ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરૂભાઇ, દંડક પંકજભાઇ, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, ગુજરાત એગ્રો એમ.ડી.રંઘાવાજી, મ્યુનિસિપલ કમિશનર એમ.એ.ગાંધી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, સીટી મામલતદાર ધવલ રવૈયા, જિલ્લા ખેતીવાડી અધિકારી કોસાંબી સહિતના પદાધિકારી-અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી