દિયોદરના ઓઢા ગામે જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ

હિન્દ ન્યૂઝ, દિયોદર આમ તો જન્મ દિવસ ની ઉજવણી લોકો હોટલમાં કેક કાપી અને ખાવાપીવામાં કરતાં હોય છે. પણ દિયોદર તાલુકાના ઓઢા ગામ ના રહેવાસી રાજ ગજ્જર ના દીકરા ક્રિશ ના જન્મ દિવસ નિમિત્તે આજે ગજ્જર સુથાર સમાજ પાંચ પરગણા હોસ્ટેલ પાટણના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં દાન આપી ને તેમજ કોઈ જાત ની કેક કાપ્યા વગર વડીલો ના આશીર્વાદ લઈ ને સ્કૂલ ના નાના બાળકો ને ચોકલેટ વિતરણ કરી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તેમજ તેમની સમાજ ના વડીલોયે અને ગ્રામ જનો તેમજ મિત્રવતુળ સૌ કોઈ આશીર્વાદ આપ્યા હતા. અહેવાલ : પ્રદિપસિંહ…

Read More

આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થતાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાય રહયો છે, ત્યારે માંગરોળ પંથકમાં વિવિધ સૂત્રો અને ફોટા વાળા હોલડીગસો લગાવાયા

હિન્દ ન્યુઝ, માંગરોળ (સુરત) આપણો દેશ આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થયા છે. જેનાં ભાગ રૂપે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાય રહયો છે, ત્યારે માંગરોળ પંથકમાં આઝાદીને લગતાં વિવિધ સૂત્રો અને ફોટા વાળા હોલડીગસો લગાવાયા છે.આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી ના ભાગ રૂપે ગત તારીખ 12 મી માર્ચના, અમદાવાદનાં ગાંઘીઆશ્રમથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દાંડી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા આગામી તારીખ 4 મી એપ્રિલનાં દાંડી ખાતે પોહચશે. આઝાદી નાં 75 વર્ષ પૂર્ણ થયા છે. જેની ઉજવણીના ભાગ રૂપે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.75 અઠવાડિયા સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ…

Read More

મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના મુખ્ય ત્રણ ફરાર આરોપીઓની અંતે ધરપકડ

હિન્દ ન્યૂઝ, કચ્છ ભુજ નાં મુન્દ્રા પોલીસે ચોરીના શકમંદો તરીકે ત્રણ ગઢવી યુવાનો પર દમન ગુજારવામાં આવતા બે યુવાનોનું મોત નીપજ્યું હતું. જેમાં મુખ્ય ત્રણ આરોપીઓને પશ્ચિમ કચ્છ પોલીસે ભાવનગર પોલીસની મદદથી ભાવનગરમાંથી ઝડપી પાડ્યા છે. ચકચારી મુન્દ્રા કસ્ટોડિયલ ડેથના પ્રકરણમાં પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા આરોપીઓને શોધખોળ હાથ ધરાઈ હતી. જેમાં અંતે પોલીસને સફળતા મળી છે. કચ્છ સહિત રાજ્યભરમાં ચકચારી બનેલા મુન્દ્રા કસ્ટોડિયલ ડેથ કેસમાં પોલીસને ભાગેડું ત્રણેય આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આ ચકચારી કેસમાં ગુજરાત એટીએસ, પશ્ચિમ કચ્છ પોલીસ અને વિવિધ એજન્સીઓ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા છેલ્લા…

Read More

પશુઓનો નિભાવ માટે જોળી ફેરવીને રૂપિયા 55 હજારનું દાન એકત્રિત કરાયું

હિન્દ ન્યૂઝ, થાનગઢ થાનગઢ પાંજરાપોળ માં આશ્રય લેતા અબોલ પશુઓ માટે દર માસની અગિયારસ નિમિત્તે જીવ દયા ગ્રુપના સભ્યો દ્વારા નગરની વિવિધ બજારોમાં જોળી ફેરવવામાં આવે છે. ત્યારે પશુઓના નિભાવ માટે આર્થિક ફંડ એકત્રિત કરવા થાનગઢ પાંજરાપોળના જીવ દયા ગ્રુપના સભ્યોએ શહેરની વિવિધ બજારોમાં ફરતા શહેરના નાના-મોટા સૌ કોઈ વેપારીઓએ પશુ નિભાવ સહકાર આપ્યો હતો. ત્યારે શહેરમાંથી રૂ. 55,000 (પંચાવન હજાર) જેટલું દાન એકત્રિત કરવામાં આવ્યાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢ

Read More

દિયોદર બીયોકપરા વિસ્તાર માંથી જુગાર રમતા ચાર પોલીસ ના હાથે ઝડપાયા

હિન્દ ન્યૂઝ, દિયોદર દિયોદર વિસ્તારમાં આવેલ બીયોકપરા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગાર ખુબ જ વધી રહી છે ત્યારે દિયોદર પોલીસ હાઇવે વિસ્તારમાં માં પેટ્રોલિંગ માં હતી, તે સમયે પોલીસ ને ખાનગી બાતમી ના આધારે બીયોકપરા વિસ્તારમાં જુગાર ધામ પર રેડ કરતા જુગાર રમતા (1) શ્રવણજી સેધાજી ઠાકોર (2) હસમુખ ઉકા ઠાકોર (3) ટીનાજી ધનાજી ઠાકોર (4) કકી બીજલજી ઠાકોર તમામ રહે. બીયોકપરા વિસ્તાર અને જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે. આ રેડ માં psi હાર્દિક દેસાઈ, ટાઉન જમાદાર ભરતભાઇ દેસાઈ, દિલીપ સિંહ…

Read More

જીતશે ગુજરાત હારશે કોરોના, સેવા હી સંગઠન વોર્ડ 5 નવાપરા વિસ્તારમાં રસીકરણ કેમ્પ

હિન્દ ન્યૂઝ, ગુજરાત ની ભાજપ ની સંવેદનશીલ સરકાર ના અભિગમ સાથે જામ ખંભાળિયા ના વૉર્ડ 5 ના નવાપરા વિસ્તાર મા નગરપાલિકા પ્રમુખશ ભાવનાબેન પરમાર, સદસ્ય દિલીપભાઈ ઘઘડા, કોમલબેન દતાણી, મહેશભાઈ રાડીયા દ્વારા તેમના વિસ્તારમાં કોરાના વેકસીન રસીકરણ કેમ્પ રાખવામાં આવેલ. જેમાં વધુમાં વધુ લોકો એ લાભ લય રહ્યા છે. આ કેમ્પની મુલાકાત કરતા શહેર ભાજપ ના હોદેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વેકસીન લેતા દરેક લોકોને સાંસદ પૂનમબેન માડમ દ્વારા અપાયેલી કીટ આપવામાં આવી છે. ખૂબ સુંદર આયોજન બદલ વૉર્ડ 5 ની ટીમ ને ખુબ ખુબ અભિનંદ રિપોર્ટર : જયરાજ…

Read More

ડભોઇ તાલુકા ના તેનતલાવ પાસે રીક્ષા અને કાર વચ્ચે થયો અકસ્માત સર્જાયો

હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઈ ચાણોદ માર્ગ પર આવેલ તેનતલાવ ગામ ખાતે વળાંક પર કાર અને રીક્ષા વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. જાણવા મળ્યા મુજબ બે મહિલા અને એક નાના બાળક સહિત એક યુવાન ને ગંભીર ઇજાઓ આવતા ગામ ના યુવાઓ દ્વારા ૧૦૮ ઇમરજન્સી સેવા નો ઉપયોગ કરી ડભોઈ ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા. ચાણોદ ખાતે આવેલ યાત્રા ધામ અને તીર્થ સ્થળો ની યાત્રાએ આવતા તેમજ પ્રવિત્ર ઘાટો પર અસ્થી વિસર્જન અને વિવિધ કર્મકાંડ ની વિધિ કરાવવા આવતા…

Read More

ડભોઇ મુસ્લીમ ડોકટર એસોસિએશન ની આગેવાની માં ડભોઇ આરોગ્ય વિભાગ દ્વારા આપવા માં આવતી કોરોના રસી ની અસરકારકતા અંગે ની માહિતી અને લોકો ને જાગૃત કરવા મિટિંગ બોલાવી

હિન્દ ન્યૂઝ, ડભોઇ ડભોઇ મુસ્લિમ ડોક્ટર એસોસિએશન ની આગેવાની માં ડભોઇ વડવાળી મસ્જિદ જામતખાના માં આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતી કોરોના ની રસી ની અસરકારકતા તેમજ તેના વિશે ફેલાયેલ ભ્રમ દૂર કરવા અંગે ની માહિતી આપવા અને મુસ્લિમ સમાજ ના લોકો ને રસીકરણ માટે જાગૃત કરવા ડભોઇ ના તમામ મુસ્લિમ આગેવાનો અને સામાજિક કાર્યકરો ને બોલાવી મિટિંગ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યા માં મુસ્લિમ આગેવાનો તેમજ કાર્યકરો જોડાયા હતા અને આગામી દિવસો માં વધુ થી વધુ સંખ્યા માં લોકો કોરોના ની રસી મુકાવે તે અંગે માહિતગાર કર્યા હતા. આ…

Read More

નાયબ મુખ્યમંત્રીએ આદિવાસી સમાજ વિશે કરેલા વિવાદાસ્પદ નિવેદનથી આદિવાસી સમાજમાં પડ્યા વિરોધના પ્રત્યાઘાત 

હિન્દ ન્યૂઝ, ઉમરપાડા           ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉમરપાડા તાલુકાનાં મામલતદારને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા વિધાનસભામાં બજેટસત્રની ચર્ચા દરમિયાન એવું નિવેદન આપ્યુ કે ગુજરાતમાંથી કયા આદિવાસી મેચ જોવા અમદાવાદ આવ્યા હતા. અને જો આવ્યા હોય તો ટીકીટ બતાવે. આ નિવેદનથી ઉમરગામ થી લઈ અંબાજી સુધી વસતા આદિવાસી ઓનું અપમાન કરવાનો સીધો પ્રયાસ કરવામાં આવ્યો છે. આવેદનપત્રનાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મેચ ના વિડિયો ફૂટેજ જોવામાં આવે તો જણાશે કે ઘણા આદિવાસી સમાજના લોકો મેચ જોવામાં ઉપસ્થિત…

Read More

માંગરોળ તાલુકાની કોસંબા APMC ખાતે દર શનિવારે ભરાતો શનિવારી બજાર બંધ

હિન્દ ન્યૂઝ,માંગરોળ        માંગરોળ તાલુકાનાં કોસંબા ખાતે કોસંબા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ કાર્યરત છે.આ APMC ખાતે દર શનિવારે-શનિવારી બજાર ભરાય છે. જે તારીખ 27 મી માર્ચના રોજ બંધ રહેશે એમ સમિતિ નાં મંત્રી અજીતસિંહ અટોદરિયા એ જણાવ્યું છે. સાથે વધુમાં જણાવ્યું છે કે APMC નું નાણાંકીય વર્ષ તારીખ 31 મી માર્ચના રોજ પૂર્ણ થતું હોવાથી જે વેપારીમિત્રો, દુકાન કે ગોડાઉન વપરાશકારો માંથી જેમની પાસે માર્કેટ, દુકાન કે ગોડાઉનની જે ફી બાકી હોય, તે આગામી તારીખ 31 મી માર્ચ-૨૦૨૧ સુધીમાં જમા કરાવી જવા સમિતિનાં મંત્રી અજીતસિંહ અટોદરિયા એ જણાવ્યું…

Read More