વિરમગામ વોર્ડ નં 1 માં કોંગ્રેસ ના કાર્યાલય નુ ઉદઘાટન કરવામાં આવ્યું

હિન્દ ન્યૂઝ, વિરમગામ       વિરમગામ નગરપાલિકા વોર્ડ નંબર-૧ અલીગઢ ખાતે કોંગ્રેસના કાર્યાલય નું ઉદઘાટન કરવામાં આવ્યું. મોટામાં મોટી સંખ્યામાં દરેક વિસ્તારના કોંગ્રેસ નાં આગેવાનો તથા વોર્ડ નાં સભ્યો એ હાજરી આપી. આ વોર્ડ માં આ વખતે ભૂત પૂર્વ ધારાસભ્ય દાવુદભાઈ પટેલ ના પુત્ર અને ભોજવા ગામનાં ભુત પૂર્વ સરપંચ ભીખાભાઈ ઠાકોર ના પત્ની ને ટીકીટ આપીને કોંગ્રેસ પક્ષે ખુબ જ સારું કામ કરેલ છે. એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટર : નસીબ મલેક વિરમગામ

Read More

રાજ્યસભાના ભાજપના ઉમેદવાર દિનેશભાઈ અનાવાડીયાએ પરીવાર સાથે માં અંબાના દર્શન કર્યા

હિન્દ ન્યુઝ, અંબાજી           રાજ્યસભાના ભાજપના ઉમેદવાર દિનેશ અનાવાડીયા રવિવારે અંબાજી પહોચ્યા હતા. અંબાજીમાં ભાજપા મંડળ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દિનેશ અનાવાડીયાએ પરીવાર સાથે માં અંબાના દર્શન કર્યા હતા. માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવીને આશીર્વાદ લીધા હતા. દિનેશ અનાવાડીયાએ નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસે મેદાન છોડતા પોતે બિનહરીફ બન્યા છે. તેમજ કહ્યું કે, કોંગ્રેસે મેદાન છોડતા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતને કોર્પોરેટરની ચૂંટણીમાં ભાજપા જ જીતશે. રિપોર્ટર  :  બિપીન સોલંકી, અંબાજી

Read More

ધારી વેકરીયા પરામા દલિત સમાજમાં મિટિંગ યોજાય

હિન્દ ન્યૂઝ, ધારી       ધારી જીલ્લા પંચાયત સીટ ના કોંગ્રેસના ઉમેદવાર રવીભાઈ હીરાણી અને તાલુકા પંચાયત ના ઉમેદવાર પરસોતમ ભાઈ ભુવા ના ચુંટણી પ્રચાર મા દલિત સમાજમાં વેકરીયા પરામા જોમજુસ્સો જોવા મળ્યો હતો અને વેકરીયા પરા ના મતદારો એ કોંગ્રેસ નાં નિશાન પંજા ને જીત અપાવા મકમ થયલ છે અને પ્રચાર વેગવંતો બન્યો છે આ મિટિંગમાં હિરેનભાઈ પટ્રણી, રમેશભાઈ ચૌહાણ અને સંજય વાળા ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : સંજય વાળા, ધારી

Read More

માંગરોળ તાલુકા ચૂંટણી વિભાગ તરફથી 502 ના પોલિંગ કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ અપાઈ

હિન્દ ન્યૂઝ, માંગરોળ (સુરત)      આગામી તારીખ ૨૮ મી ફેબ્રુઆરીનાં રોજ જિલ્લા અને તાલુકા પંચાયત માટે મતદાન થનાર છે. ત્યારે માંગરોળ તાલુકાના ચૂંટણી વિભાગ તરફથી મતદાન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેનાં ભાગ રૂપે આજે તારીખ 22 મી ફેબ્રુઆરીનાં રોજ માંગરોળ ખાતે આવેલી એસ.પી.મદ્રેસા હાઇસ્કૂલનાં ટાઉન હોલ ખાતે ફિમેલ પોલિંગ કર્મચારીઓને ચૂંટણીલક્ષી તાલીમ આપવામાં આવી છે. જેમાં 502 ચૂંટણી કર્મચારીઓને ત્રણ સેશનમા ચૂંટણી અધિકારી ડી.કે.વસાવા, દિનેશભાઇ પટેલ, નાયબ ચૂંટણી અધિકારી ગિરિષભાઈ પરમાર ની ઉપસ્થિતમાં ત્રીજી તાલીમ ત્રણ સેશન આપવામાં આવી હતી. જેમાં માંગરોળ તાલુકા ના શિક્ષક અસ્વિનસિંહ…

Read More

નડિયાદ તાલુકા પંચાયત ઉત્તરસંડા -૨ ના ઉમેદવાર રૂપેશભાઈ મેકવાન દ્વારા બાઈક રેલી નુ આયોજન

હિન્દ ન્યૂઝ, ભુમેલ નડિયાદ તાલુકા પંચાયત સામાન્ય ચૂંટણી ૨૦૨૧ ઉત્તરસંડા-૨ ના ઉમેદવાર રૂપેશભાઈ કાંતિભાઈ મેકવાન દ્વારા બાઈક રેલી નુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવાર ના પરિવારજનો તથા ચાહકો તથા મોટી સંખ્યા મા રેલી મા જોડાયા હતા. જેમાં રેલી ની શરૂઆત ભુમેલ ગામ મા રૂપેશભાઈ મેકવાન ના કાર્યાલય થી લઇ ગુતાલ ગામ મા તથા ઉત્તરસંડા ગામ મા ભાગોળ વિસ્તાર, ચરા વિસ્તારથી લઇ ઈચ્છાપુરા, વનિપુરા, ભવાનીપુરા થી છેલ્લે તેમના ગામ મા ભુમેલ બજાર મા થી લઇ અંતે તેમના કાર્યાલય થી રેલી નુ સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. બાઈક રેલીમાં રૂપેશભાઈ કાંતિભાઈ…

Read More

દીવ ભાજપા યુવા મોરચાના કાર્યકર્તાઓને શ્રી રામ જન્મભૂમિ નિર્માણ માટે ફાળો એકત્રિત કરી રહ્યા છે

દીવ શહેરીજનો તેમજ દીવ ના અને  હાલ યુ.કે મા વસતા રામ ભક્તો દિલ ખોલી ને દાન આપી રહ્યા છે  હિન્દ ન્યૂઝ, દીવ    આપણે સહુ જાણીએ છીએ કે 492 વર્ષના શંકર શો બાદ અયોધ્યામાં પ્રભુ રામચંદ્રજીના જન્મ સ્થાન પર મંદિર નિર્માણની પ્રક્રિયા આગળ વધી રહી છે. શ્રીરામ ધર્મનો મૂળ સ્વરૂપ છે તેમને સ્વયં ધર્મને જીવી બતાવ્યો છે આક્રમણકારીઓ દ્વારા રામ મંદિર ધ્વસ્ત કરી હિન્દુ સમાજનું અપમાન કરવાનો પ્રયાસ થયો હતો. તેથી વર્તમાન અયોધ્યા શ્રી રામ મંદિર બની ગયું છે. જે માત્ર એક મંદિર નથી પરંતુ ભારતના સ્વાભિમાનને જાગૃત કરનાર મંદિર…

Read More

ગીર-સોમનાથ જિલ્લામાં ૨૯૨ સંવેદનશીલ અને ૭૬ અતિ સંવેદનશીલ મતદાન મથક

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ       ગીર-સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/પેટાચૂંટણી તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી/પેટા ચૂંટણી તા. ૨૮/૦૨/૨૦૨૧ ના યોજાનાર છે. ગીર-સોમનાથ જિલ્લામાં ૭૬ અતિ સંવેદનશીલ મતદાન મથક તેમજ ૨૯૨ સંવેદનશીલ મતદાન મથક આવેલા છે. તેમજ ગીર-સોમનાથ જિલ્લાની નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં૩૧ અતિ સંવેદનશીલ મતદાન મથક તેમજ ૭૬ સંવેદનશીલ મતદાન મથક આવેલા છે. જેમાં સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે.

Read More

ગીર-સોમનાથ જિલ્લાનાં શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે

હિન્દ ન્યૂઝ, ગીર-સોમનાથ       તા. -૨૧, ગીર-સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય/પેટાચૂંટણી તેમજ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી/પેટા ચૂંટણી તા. ૨૮/૦૨/૨૦૨૧ ના યોજાનાર છે. જે અંતર્ગત જિલ્લામાં આવેલા કારખાના ધારા-૧૯૪૮ હેઠળના કારખાનામાં કામ કરતા શ્રમયોગીઓ તેમજ બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એક્ટ-૧૯૯૬ અન્વયે નોંધણી થયેલ સંસ્થા/સાઇટો પર કામ કરતા શ્રમયોગીઓ મતદાનના દીવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ ૧૩૫(બી)(૧) અન્વયે આ શ્રમયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે શ્રમયોગીઓને સવેતન રજા આપવાની રહેશે. ઉપરાંત આ જોગવાઇ અનુસાર રજા જાહેર કરવાના કારણે સબંધિત શ્રમયોગીઓ/કર્મચારીઓના પગારમાંથી કોઇ કપાત કરવાની…

Read More

સોમનાથ મહાદેવ નો પ્રસાદ પોસ્ટ ઓફિસ ના માધ્યમ થી ઘર બેઠા મેળવી શકાશે

હિન્દ ન્યૂઝ, ગીરસોમનાથ           ઉપરોક્ત કાર્યક્રમ નો ઇ-શુભારંભ તા.૨૨/૦૨/૨૦૨૧ સોમવારે શ્રી સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરી ના વરદ હસ્તે તથા સૌરાષ્ટ્ર કચ્છ ના પોસ્ટ માસ્ટર જનરલ રાકેશ કુમાર અને ટ્રસ્ટી પ્રો. જે.ડી .પરમાર ની વિશેષ ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ છે. આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા સૌ પ્રેસ મીત્રો ને શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી હાર્દિક નિમંત્રણ છે. સમય: સવારે ૧૦-૩૦ કલાકે સ્થળ: શ્રી રામ મંદિર ઓડિટોરીયમ, પ્રભાસ પાટણ

Read More